Site icon Revoi.in

WhatsAppના ત્રણ નવા ધાંસૂ ફીચર, જે તમારી ચેટને વધુ રસપ્રદ બનાવશે

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે એક ખુશખબર છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મ પર ત્રણ નવા ફીચર ઉમેર્યા છે. કંપનીએ આ ત્રણ નવા ફીચર્સની જાહેરાત કરી છે. આ ત્રણ ફીચર અંતર્ગત યૂઝર્સ હવે ફોટોને એડિટ કરી શકશે, સ્ટીકર સજેશન જોઇ શકશે અને વેબ વર્ઝન પર હવે લિંક પ્રિવ્યૂ પણ જોવા મળશે.

યૂઝર્સની અન્ય યૂઝર સાથેન વાતચીતને વધુ રસપ્રદ અને મોજીલી બનાવવા માટે સ્ટીકર સજેશન ફીચર એડ કરવામાં આવ્યુ છે. જેમાં યૂઝર મેસેજ ટાઇપ કરશે ત્યારે તેને સ્ટીકર્સ સજેશન બતાવાશે. વ્યક્તિ પોતાની વાતચીતના આધાર પર યોગ્ય સ્ટીકરની પસંદગી કરી શકશે. અત્યારે આ ફીચર છે પરંતુ તેમાં તેને મોકલવાની પ્રક્રિયા લાંબી હોવાથી ચેન કરવાની મજા બગડી જાય છે. હવે આ પરેશાની દૂર થઇ જશે.

ડેસ્કટૉપ ફોટો એડિટર (Desktop photo editor)

યૂઝર્સ અગાઉ એપના માધ્યમથી ગેલેરીમાં પ્રવેશ કર્યા બાદ ફોટો મોકલી શકતા હતા. ક્રોપિંગ, રોટેટિંગ, ઇમોજી, સ્ટીકર અને ટેક્સ્ટ પણ જોડી શકતા હતા. હવે વોટ્સએપમાં ડેસ્કટૉપમાં પણ ફોટો એડિટર ફીચર આવશે. આ બાદ યૂઝર્સ પોતાના કૉમ્પ્યુટરમાંથી પણ વોટ્સએપના એપ વર્ઝનની જેમ ફોટોમાં જરૂરી બદલાવ કરી શકશે.

સ્ટીકર સજેશન

આ નવું ફીચર તમારી વાતચીતને વધુ રસપ્રદ અને કંટાળા વગરની બનાવશે. આ ફીચર તમને વાતચીત દરમિયાન વાતચીતને અનુરૂપ સ્ટિકર્સની ભલામણ કરશે. જો તમે હસવા માટે ha ha ટાઇપ કરશો તો તમને હાસ્યનું સ્ટિકર પસંદ કરવાની ભલામણ કરશે. જેનો તમે યૂઝ કરી શકશો.

લિંક પ્રીવ્યૂ ફીચર

આ એક એવું ફીચર છે જે અપડેટેડ પ્રીવ્યૂ લિંક ઑપ્શન સેન્ડર અને રિસિવરને લિંક મોકલવા અંગે અનેક જાણકારી આપશે. આ તમને લિંક સેન્ડ કરતા પહેલા તેના વિશે જાણવામાં મદદ કરશે. તેથી તમે ખોટી લિંક અંગે માહિતગાર રહેશો.