- વોટ્સએપ યૂઝર્સ માટે આવશે ઘાંસૂ ફીચર્સ
- વર્ષ 2022માં આવી રહ્યા છે આ પાંચ દમદાર ફીચર્સ
- જેનાથી તમારો ચેટ એક્સપીરિયન્સ વધુ શાનદાર બનશે
નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે નવા વર્ષનો ટૂંક સમયમાં ઉદય થશે ત્યારે નવા વર્ષે વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક નવા ફીચર્સ આપીને રાજીના રેડ કરવા માટે તૈયાર છે. યૂઝર્સ પોતાની સિક્યોરિટીને વધારી શકશે. વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ જેવા ઓપ્શન મળશે જ્યારે લોગઆઉટનું પણ ઓપ્શન મળે તેવી સંભાવના છે.
વોટ્સએપ લોગઆઉટનું ઓપ્શન
વોટ્સએપ પર હવે તમે ઇચ્છો ત્યારે લોગઇન અને લોગઆઉટ કરી શકો છો. કંપની આ ફીચર યૂઝર્સને આપવા માટે વિચારણા કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર વોટ્સએપ પર ડિલીટ એકાઉન્ટનું ઓપ્શન લોગઆઉટમાં ફેરવાઇ શકે છે. હવે ચેટ કે મીડિયા ફાઇલ ડીલિટ કરવાની આવશ્યકતા નહીં રહે, તમારી મરજી પ્રમાણે લોગઆઉટ કરી શકાશે.
ઇન્સ્ટાગ્રામ રીલ્સ કરશે સપોર્ટ
આગામી સમયમાં વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ સપોર્ટ કરશે. આ નવા ફીચર્સ અંગે હજુ પુષ્ટિ થઇ નથી પરંતુ આવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. આ બાદ તમે સ્ટેટસમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સને પણ અપલોડ કરી શકશો.
મલ્ટી ડિવાઇસ સપોર્ટ
અત્યારે એન્ડ્રોઇડ અને iOSના બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ એવું મલ્ટી ડિવાઇસ સપોર્ટ ઓપ્શન અંગે મોટા ભાગના લોકો અજાણ છે. આગામી વર્ષે મોટા ભાગે બધા માટે આ ફીચર જારી કરી દેવામાં આવશે. તે યૂઝર્સને એક સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા પ્રાથમિક ડિવાઇસ પર પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં એન્ટ્રી કરવાની પરવાનગી આપશે.
મેસેજ કાયમી ડિલીટ થઇ શકશે
વોટ્સએપ ઉપર હજુ સુધી મેસેજને ડિલીટ કરવા માટે ટાઈમ લિમિટ અપાયો છે. પરંતુ હવે આઈઓએસની સાથે સાથે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હંમેશા ડિલીટ ફીચરનો ઓપ્શન મળશે. એટલે કે કોઈ પણ ટાઈમ લિમીટ નહીં હોય.
વોટ્સએપ લાસ્ટ સીન
વોટ્સએપ પર હજુ સુધી લાસ્ટ સીનને લઈને ફક્ત ત્રણ ઓપ્શન જોવા મળતા હતા. ઈવ્રીવન, નોબડી અને માય કોન્ટેક્. મળેલી જાણકારી મુજબ હવે એક વધુ ઓપ્શન આવવાનું છે. જેમાં સ્પેસિફિક લોકોથી લાસ્ટ સીનને છૂપાવી શકશો.
તો આગામી વર્ષે આ પાંચ ઘાંસુ ફીચર્સ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે લઇને આવી રહ્યું છે જે તમારી ચેટને વધુ રસપ્રદ, આનંદદાયક બનાવવાની સાથોસાથ સિક્યોરિટીને પણ વધુ મજબૂત બનાવશે અને વોટ્સએપના એક્સપીરિયન્સને શાનદાર બનાવશે.