Site icon Revoi.in

WhatsApp પોતાના યૂઝર્સ માટે લાવી રહ્યું છે 3 દમદાર ફીચર્સ, જાણો આ ફીચર્સની ખાસિયત

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે અનેક નવા ફીચર્સ આપતું રહે છે જે યૂઝર્સના વોટ્સએપ ચેટિંગના એક્સીપિરીયન્સને વધુ યાદગાર બનાવે છે. કંપની હાલમાં કેટલાક નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે જે ટૂંક સમયમાં યૂઝર્સને ઉપલબ્ધ કરાવાશે. જેમાં ફોટો ક્વોલિટી, લિંક પ્રિવ્યૂ, મલ્ટી ડિવાઇસ સપોર્ટ અને વ્યૂ વન્સ જેવા ફીચર્સ સમાવિષ્ટ છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ તેને યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાલો વોટ્સએપના આ અપકમિંગ ફીચર્સ વિશે જાણીએ.

એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ In-App નોટિફિકેશનને વધુ સારી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. iOS 2.21.140.9 માટે વોટ્સએપ બીટા યૂઝર્સને નોટિફિકેશન બેનર, ફોટો, વીડિયો, GIF અને સ્ટીકરની વધુ સારી જાણકારી આપે છે.

ઇન-એપ નોટિફિકેશન

વોટ્સએપ યૂઝર્સ માટે ઇન-એપ નોટિફિકેશન લાવી રહ્યું છે. જેમાં યૂઝર્સ ચેટ પ્રિવ્યૂ જોવા માટે ઇન-એપ નોટિફિકેશન વિસ્તૃત કરી શકે છે. જે હવે સ્ટેટિક નથી. યૂઝર્સ હવે જૂના અને નવા મેસેજ જોવા માટે સ્ક્રીનને ઉપર નીચે સ્ક્રોલ કરી શકે છે. આ ફીચરની ખાસિયત એ છે કે જ્યારે યૂઝર્સ મેસેજ પ્રિવ્યૂ જુએ છે, ત્યારે સામેના યૂઝર્સને રીડ રિસિપ્ટનું અપડેટ નથી મળતું.

વ્યૂ વન્સ ફીચર

વોટ્સએપે તેના બીટા વર્ઝનમાં આ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરમાં મોકલેલા ફોટા અને વીડિયોઝ ફક્ત એક જ વાર યૂઝર્સ દ્વારા જોઇ શકાય છે, તે પછી તે આપમેળે ડીલિટ થઇ જશે.

વોઇસ વેવફોર્મ

હાલમાં વોટ્સએપ વોઇસ વેવફોર્મ પર કામ કરી રહ્યું છે. જે યૂઝર દ્વારા વોઇસ મેસેજ સાંભળવા પર પ્રોગ્રેસ બારને બદલે વોઇસ વેવ ફોર્મ બતાવશે. અત્યારે આ ફીચર્સ માત્ર iOS માટે જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હજુ ડેવલપ થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં બીટા ટેસ્ટર્સ માટે રોલ આઉટ કરાશે.