Site icon Revoi.in

ભારતમાં ‘123456’ સૌથી પ્રચલિત પાસવર્ડ નથી, જાણો શું છે સૌથી વધુ પ્રસિદ્વ પાસવર્ડ?

Social Share

નવી દિલ્હી: ભારતમાં એવું માનવામાં આવે છે કે મોટા ભાગના કોમન પાસવર્ડ “123456” છે, પરંતુ હકીકત કંઇક અલગ જ છે. તાજેતરમાં ભારતમાં પાસવર્ડના ઉપયોગ મામલે એક સંશોધિત અહેવાલ પ્રગટ થયો છે. ભારતમાં સૌથી વધુ પ્રસિદ્વ પાસવર્ડ “Password”(Most Popular passwords in India) છે. જાપાનમાં પણ આજ પાસવર્ડ સૌથી વધુ પ્રસિદ્વ છે. પાસવર્ડ મેનેજ કરતી નોર્ડપાસ અનુસાર ભારતમાં Iloveyou, Krishna, Sairam અને Omsairam જેવા કોમન પાસવર્ડ જોવા મળે છે.

એક સંશોધિત અહેવાલ અનુસાર, ભારતમાં બીજા અન્ય કોમન પાસવર્ડ જોઇએ તો 123456789, 12345678, india123, qwerty, abc123, xxx, Indya123, 1qaz@WSX, 123123, abcd1234 અને 1qaz છે.

એક રીતે જોવા જઇએ તો ભારતમાં જોવા મળતા પ્રચલિત પાસવર્ડની યાદી બીજા દેશો જેવી જ છે. જો કે ભારત એ એવા દેશમાં સામેલ છે જ્યાં પાસવર્ડ તરીકે પાસવર્ડનો ઉપયોગ પ્રસિદ્વ છે. 50માંથી 43 દેશમાં સૌથી પ્રસિદ્વ પાસવર્ડ તરીકે “123456” જોવામાં આવ્યો છે.

અહેવાલ પ્રમાણે ભારતમાં પાસવર્ડના અલગ અલગ કોમ્બિનેશન જોવા મળ્યા હતા. જેમાં કિબોર્ડની કીને ડાબીથી જમણે કે પછી જમણેથી ડાબી બાજુ પ્રેસ કરીને બનાવવામાં આવતા પાસવર્ડ પ્રસિદ્ધ છે. મહિલાઓ અને પુરુષોમાં પાસવર્ડ તરીકે કોઈ નામ રાખવાની પ્રથા પણ બહુ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે લોકો “priyanka”, “sanjay”, “rakesh” અને અન્ય નામ પાસવર્ડ તરીકે રાખે છે.

અંગ્રેજીના પ્રેમ દર્શાવતા કે સૌથી પ્રસિદ્ધ શબ્દો પણ પાસવર્ડ તરીકે જોવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો iloveyou”, “sweetheart”, “lovely”, “sunshine” અને અન્ય શબ્દો પાસવર્ડ તરીકે જોવા મળ્યા હતા.

જો કે જેટલો તમારો પાસવર્ડ કોમન અને સરળ હોય તેટલો જ હેકર્સ તેને સરળતાપૂર્વક હેક કરી શકે છે. ભારતમાં દર 200 પાસવર્ડમાંથી 62 પાસવર્ડ એવા હોય છે જેને સેકન્ડમાં જ ક્રેક કરી શકાય છે.

નોર્ડપાસના CEO જોનાસે ચિંતા વ્યક્ત કરી છે છે કે, અત્યારે લોકો દિવસેને દિવસે સતત નબળા પાસવર્ડની પસંદગી કરીને તેને સેટ કરી રહ્યાં છે. આ પાસવર્ડને સરળતાથી ક્રેક કરી શકાય છે. લોકો સારો અને મજબૂત પાસવર્ડ રાખવાની પણ તસ્દી લેતા નથી. અત્યારે ડિજીટલ દુનિયામાં દરેક વસ્તુ ઑનલાઇન થાય છે ત્યારે મજબૂત પાસવર્ડ ખૂબ જ આવશ્યક છે. તેથી પાસવર્ડ સિક્યોરિટી મામલે આપણે જાગૃત થઇએ અને લોકો મજબૂત પાસવર્ડ સેટ કરે તે ખૂબ જ આવશ્યક છે.