- વોટ્સએપ પર યુપીઆઇ PIN બદલી શકાય છે
- UPI PIN રિસેટ પણ કરી શકાય છે
- આ સિમ્પ્લ ટ્રિક્સ ફોલો કરો
નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને દરેક પળે વધુ રોમાંચક તેમજ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે ચે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. UPI પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી એપ પરથી પૈસાની લેવડદેવડ શક્ય બને છે.
વર્ષ 2018માં કંપનીએ પ્રાયોગિક ધોરણે આ ફીચર લોંચ કર્યું હતું અને પછીથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાની મંજૂરી બાદ 2020માં તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી હતી.
યૂઝર્સ વોટ્સએપ પે પર એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા ઉપરાંત પોતાના UPI પીનને પણ બદલી શકે છે. તમારે ફક્ત વોટ્સએપનો ઉપયોગ કરીને યુપીઆઇ પીન બદલવા માટે થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
વોટ્સએપ પર આ રીતે UPI પીન બદલો
- સૌ પ્રથમ તમારે વોટ્સએપ ખોલવાનું રહેશે
- હવે જમણી બાજુએ આપેલા ત્રણ આઇકોન પર ટેપ કરો
- પછી પેમેન્ટ્સ પર ટેપ કરો
- પેમેન્ટ સેક્શનમાં તમે જે બેંક એકાઉન્ટ માટે યુપીઆઇ પીન બદલવા માંગો છો તેના પર ટેપ કરો
- ત્યારબાદ યુપીઆઇ પીન બદલો પર ટેપ કરો
- આગળ, હાલનો યુપીઆઇ પીન દાખલ કરો અને હવે પછી નવો યુપીઆઇ પીન એન્ટર કરો
- નવા યુપીઆઇ પિન નંબરની પુષ્ટિ કરો અને હવે તમારો નવો PIN તૈયાર થઇ જશે
આ રીતે વોટ્સએપ પર યુપીઆઇ પીન રીસેટ કરો
- વોટ્સએપ ખોલો
- More Options પર ટેપ કરો અને પછી પેમેન્ટ્સ પસંદ કરો
- જે બેંક એકાઉન્ટના તમે UPI પીન નંબર ભૂલી ગયા છો. તેને સિલેક્ટ કરો
- ત્યારપછી Forgot UPI PIN પર ટેપ કરો
- આગળ, Continue પસંદ કરો અને તમારા ડેબિટ કાર્ડ નંબર, છેલ્લી તારીખના છેલ્લા 6 અંકો દાખલ કરો
- આ રીતે પિન રિસેટ થઇ જશે