તમારું આધાર કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો ચકાસણી
- તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી?
- અહીંયા આપેલા સ્ટેપ્સથી કરો વેરિફાઇ
- સરળ સ્ટેપ્સમાં ચકાસણી કરો
નવી દિલ્હી: આજે કોઇપણ પ્રકારની સરકારી કામકાજ માટે અથવા તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને આવશ્યક દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર મોટા ભાગના કામ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. તે મહત્વનું ઓળખ કાર્ડ માનવામાં આવે છે. જો કે તાજેતરમાં દેશમાં નકલી આધાર કાર્ડના કિસ્સાઓ ખૂબ વધ્યા છે. દિલ્હી હાઇકોર્ટે UIDAIને 400 લોકોના નકલી આધાર કેસમાં માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો.
તાજેતરમાં UIDAIએ બજારમાં બનેલા PVCC આધાર કાર્ડ પર રોક લગાવી છે. ત્યારે નકલી આધારનો મામલો દિલ્હીની કોર્ટમાં પહોંચ્યો છે. આવી સ્થિતિમાં તમે કેટલીક રીતથી તમારા આધાર કાર્ડની ચકાસણી કરી શકો છો.
સૌપ્રથમ, તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે. હવે અહીંયા અનેકવિધ વિકલ્પોમાંથી તમારે My Aadhaar પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે ઘણી સેવાઓનું લિસ્ટ મળશે. જેમાંથી તમારે આધાર નંબરને વેરિફાય કરવાનું પસંદ કરવું પડશે.
આ બાદ તમારે આધાર કાર્ડ પર આપેલા 12 અંકો દાખલ કરવાના રહેશે અન પછી કેપ્ચા ટાઇપ કરીને Proceed to Verify પર ક્લિક કરો. આ પછી આગળના પેજ પર રિડાયરેક્ટ થશો. જેમાં તમારી ઉંમર, જાતિ, રાજ્ય અને મોબાઇલ નંબરની વિગતો હશે. આ રીતે તમારા આધાર કાર્ડની ચકાસણી કરી શકશો.