Site icon Revoi.in

યુટ્યૂબે નવું ફીચર કર્યું લૉન્ચ, આ રીતે વધુ પૈસા કમાઇ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

Social Share

નવી દિલ્હી: યૂટ્યૂબ વારંવાર પોતાના યૂઝર્સને નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે આ જ દિશામાં કંપનીએ નવી ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી ક્રિએટર્સને નવી રીતે પૈસા કમાવવાની તક પ્રાપ્ત થશે. આ ફીચર ક્રિએટરો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

યૂટ્યુબમાં સુપર થેન્ક્સ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરથી કંટેન્ટ ક્રિએટર્સ નવા રીતે રૂપિયા કમાઇ શકશે. આ ફીચરની મદદથી યૂઝર ક્રિએટરના વીડિયોને જોતા સમયે સુપર થેન્ક્સ ખરીદી શકશે. સુપર થેન્ક્સને ફેવરેટ ક્રિએટરને સપોર્ટ કરવા માટે ખરીદવામાં આવી શકે છે.

આની કિંમત 2 ડોલર એટલે કે આશરે 150 રૂપિયાથી શરૂ થાય છે અને 50 ડોલર એટલે કે આશરે 3730 રૂપિયા સુધી જઈ શકે છે. એક વાર ફેન્સ આ વીડિયો પેજને ખરીદશે તો YouTube એનિમેટેડ GIF કલર કમેન્ટ સાથે એડ કરી દેશે. આથી તેમનું પરચેઝ હાઈલાઈટ થઈ જશે. આના પર ક્રિએટર્સ પ્રતિક્રિયા આપી શકશે.

આ ફીચર ક્રિએટર્સ (Feature Creators) અને વ્યુઅર્સ માટે 68 દેશોમાં ડેસ્કટોપ અને મોબાઈલ (Mobile) ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. આને એન્ડ્રોઈડ અને IOS બંને મોબાઈલ ડિવાઈસ માટે ઉપલબ્ધ કરાવાયું છે. કંપનીએ કહ્યું છે કે આ ફીચર આ વર્ષે વધુ ક્રિએટર્સ સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.

યૂટ્યૂબ (YouTube) એ જણાવ્યું કે આ ફીચર કેટલાક ટાઈપ્સના વીડિયો માટે ઉપલબ્ધ નહીં હોય. આમાં પ્રાઈવેટ, એજ રિસ્ટ્રિક્શન, અનલિસ્ટેડ જેવા વીડિયો સામેલ છે. Super Chat અને Super Stickersની જેમ Super Thanks ક્રિએટર્સને પોતાના ફેન સાથે કનેક્ટ કરવા સિવાય તેમને વધુ રૂપિયા કમાવવાનો અવસર આપે છે.