Site icon Revoi.in

વોટ્સએપ પર સેમ ક્વોલિટીમાં ઇમેજ શેર કરવા માંગો છો? તો અજમાવો આ ટ્રિક્સ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં આજે વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. સમગ્ર વિશ્વમાં લોકો તેનો ઉપયોગ ચેટિંગ, મની ટ્રાન્સફર, પેમેન્ટ, લોકેશન શેરિંગ, ઇમેજ શેરિંગ, ઓડિયો અને વીડિયો કોલ જેવા કામ માટે કરે છે. તમે અન્ય લોકોને ફોટા, વીડિયો કે સ્ટીકર મોકલીને પણ તમારી લાગણી વોટ્સએપના માધ્યમથી વ્યક્ત કરી શકો છો. જો કે ક્યારેક ઇમેજ શેર કરતી વખતે ઇમેજની ગુણવત્તા પ્રભાવિત થાય છે અને રીસિવરને ખરાબ ગુણવત્તા વાળી ઇમેજ મળે છે.

વોટ્સએપ સામાન્યપણે ફાઇલો ઝડપી ટ્રાન્સફર થાય તે માટે ઇમેજ ગુણવત્તાને 70 ટકા સુધી સંકુચિત કરે છે. જ્યારે એપમાં આ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. તેથી અમે અહીંય એવી કેટલીક ટ્રિક વિશે જણાવીશું જેના દ્વારા તમે ઇમેજને તેની મૂળ ગુણવત્તામાં જ મોકલી શકશો.

આ સ્ટેપ્સ ફોલો કરો

તમારું વોટ્સએપ ખોલો

જે કોન્ટેક્ટને ફોટો મોકલવો છે તેના પર ક્લિક કરો

ચેન સ્ક્રીનના નીચે, તમે કેમેરાની બાજુમાં પેપર ક્લિપ જેવું આઇકન જોશો

પેપર ક્લિપ ચિહ્ન પર ક્લિક કરો, ચિહ્નોની સૂચિ દેખાશે

હવે ડોક્યુમેન્ટ્સ વિકલ્પ પર ક્લિક કરો

આગળ, તમે તમારા ફોનમાંથી ફાઇલ તરીકે મોકલવા માંગો છો તે ફોટો પસંદ કરો

જો તમને ફોટો ન મળે તો ટોચ પર Browse Other Docs વિકલ્પ પસંદ કરો

પછી ટેપ કરો

ફોલ્ડર્સ દ્વારા તપાસો અને એકવાર તમે જે ચોક્કસ ઈમેજ ફાઈલને મોકલવા માંગો છો તે શોધો, તેને પસંદ કરો

સેન્ડ બટન પર ક્લિક કરો

પછી, ઈમેજ રીસીવરને સેન્ડ થઇ જશે