Site icon Revoi.in

GoAirની 2 ફ્લાઇટમાં સામે આવી ટેકનિકલ ખામી

Social Share

દિલ્હી:ભારતીય એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.દરરોજ વિમાનોમાં ટેક્નિકલ ખામીની ચર્ચા થાય છે.હવે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. આ વખતે GoAirની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી જોવા મળી છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ જાણકારી આપી છે.ડીજીસીએએ જણાવ્યું કે,મુંબઈથી લેહ જતી GoAirની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સામે આવી છે, ત્યારબાદ વિમાનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું છે.

DGCAએ માહિતી આપી હતી કે ‘GoAir’ના A320 એરક્રાફ્ટની VT-WGA ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે.કારણ કે આ ફ્લાઈટમાં એન્જિન નંબર-2ના ‘એન્જિન ઈન્ટરફેસ યુનિટ’ (EIU)માં ટેકનિકલ ખામી જોવા મળી હતી.એટલું જ નહીં, GoAirના અન્ય એક વિમાનમાં પણ આવી જ ટેકનિકલ ખામી સામે આવી છે.

ડીજીસીએએ જણાવ્યું કે,શ્રીનગરથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટના એન્જિન-2માં ઈજીટી ઓવરલિમિટ મળી આવી હતી,ત્યારબાદ ફ્લાઈટને શ્રીનગર પાછી વાળવામાં આવી હતી. DGCA અનુસાર, GoAirની શ્રીનગર-દિલ્હી ફ્લાઇટ (નંબર-G8-6202)માં પણ એન્જિનમાં ખામી જોવા મળી હતી, ત્યારબાદ ફ્લાઈટને શ્રીનગર પરત મોકલવામાં આવી હતી.