આ શખ્સને કારણે સમગ્ર વિશ્વમાં વોટ્સએપ, ફેસબૂક સેવા થઇ ઠપ્પ, FBI હવે તેને પકડવા દોડતી થઇ
- થોમસ નામના હેકરને કારણે વોટ્સએપ, ફેસબૂક સર્વર થયા હતા ડાઉન
- થોમસ નામના હેકરને પકડવા માટેની જવાબારી FBIને સોંપાઇ
- આ થોમસ અગાઉ પણ સાઇબર ક્રાઇમને અંજામ આપી ચૂક્યો છે
નવી દિલ્હી: ગઇકાલે રાત્રે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ અચાનક ઠપ્પ થઇ જતા વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. એપ્સની સેવાઓ ડાઉન થવા પાછળ હેકરનો હાથ હોવાનું સામે આવ્યું છે. થોમસ નામના હેકરે આ સર્વિસને ડાઉન કરી હતી. અમેરિકાની ખુફિયા એજન્સી FBIને હેકર થોમસને પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ પણ થોમસ સાઇબર ક્રાઇમને અંજામ આપી ચૂક્યો છે.
ગઇકાલે રાત્રે અનેક કલાકો સુધી વોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટા જેવી સેવાઓ ઠપ્પ થઇ હતી. ભારત સહિત વિશ્વભરમાં અનેક કલાકો સુધી સેવાઓમાં બાધા જોવા મળી હતી. યૂઝર્સને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે કંપનીને તાત્કાલિક નિવેદન જારી કરીને તેના પર કામ ચાલી રહ્યું છે અને જલ્દી સેવા પુન:સ્થાપિત થશે તેવું કહ્યુ હતું.
ભારતમાં ગઇકાલે રાત્રે 4 વાગ્યે 3 મુખ્ય એપ્સે ફરીથી કામ શરૂ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. ભારતમાં લગભગ રાત્રે 9 વાગે આ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વોટ્સએપ પર લોકો મેસેજ સેન્ડ કે રિસીવ નહોતા કરી શકતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ કોઇ નવી પોસ્ટ જોવા નહોતી મળી. ફેસબૂક પર પણ યૂઝર્સ પોસ્ટ કરવા માટે અસમર્થ હતા.
ફેસબૂક અને તેમના સીઇઓ માર્ક ઝકરબર્ગે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરી ચાલુ કરવાની જાણકારી આપી હતી. જો કે ઝકરબર્ગે લોકોને આ દરમિયાન અસુવિધા બદલ દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઑનલાઇન થઇ ગયા છે. અડચણ માટે અફસોસ છે.
નોંધનીય છે કે, સોમવારે લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), ઈન્સટાગ્રામ (Instagram) અને WhatsApp નું સર્વર આખી દુનિયામાં ડાઉન થયું હતું. સર્વર ડાઉનની ઘટના બાદ ફેસબુકનાં શેર પણ જોરદાર રીતે ધોવાયા હતા અને કંપનીનાં માલિક તથા CEO માર્ક ઝકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે.