Site icon Revoi.in

ટેક્નોલોજી: વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલતા પહેતા તેને સાંભળી શકાશે

Social Share

વિશ્વમાં જેટલા પણ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, વોટ્સએપમાં ઓડિયો મેસેજનો ઉપયોગ કરે છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. વોટ્સએપમાં હવે કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજને મોકલતા પહેલા તેને સાંભળી શકશે. વોટ્સએપ દ્વારા આ ફીચરને હમણા જ શરૂ કરવામાં આવ્યું છે.

વોટ્સએપ કંપની પોતાના એક નવા ફિચર પર કામ કરી રહી છે. વોટ્સએપ હવે યૂઝર્સને વોઇસ મેસેજ સેન્ડ કરવા પહેલા તેને સાંભળવાનો વિકલ્પ આપશે. આ સિવાય વોટ્સએપ પોતાના વોઇસ મેસેજને રેકોર્ડ કરતા સમયે વેવફોર્મ્સને પણ ડિસ્પ્લે કરશે. આ ફિચર હાલમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે. આના પહેલા વોટ્સએપે વોયસ મેસેજની સ્પીડ વધારવા માટેના ફિચરને પણ રોલ આઉટ કર્યુ હતુ.

નવા ફિચરની વિશેષતા એ છે કે યૂઝર વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે તેને વચ્ચે અટકાવી પણ શક્શે અને સાંભળી પણ શક્શે. જો યૂઝરને પોતાનો વોઇસ મેસેજ નહી ગમે તો તે ફરીથી તેને રેકોર્ડ કરી શક્શે.

કેટલાક લોકો GB વોટ્સએપનો પણ ઉપયોગ કરતા હોય છે પણ તે એખ ઓલ્ટરનેટ અથવા તો વોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન છે. તે વોટ્સએપ કરતા બિલકુલ અલગ છે અને તમે એપીકે રૂપમાં તેને ડાઉનલોડ કરી શકો છો કારણ કે તે ગુગલ પ્લે અથવા તો એપલ સ્ટોર પર નથી. તેને થર્ડ પાર્ટી ડેવલપર્સે બનાવી છે. તેવામાં આ એપનું વોટ્સએપ સાથે કોઇ કનેક્શન નથી.