- વોટ્સએપની ગોપનીયતા નીતિ બાદ કરાયું એક સર્વેક્ષણ
- સર્વેક્ષણ અનુસાર 15 ટકા ભારતીય યૂઝર્સ વોટ્સએપનો વપરાશ બંધ કરી દેશે
- 36 ટકા યૂઝર્સે તેનો ઉપયોગ ઘટાડ્યો છે
નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની કંપની વોટ્સએપે જાન્યુઆરીના પ્રારંભમાં તેની ગોપનીયતા નીતિ અપડેટ કરવાનું એલાન કર્યું હતું ત્યારબાદ અનેક યૂઝર્સ આ નવી ગોપનીયતાની નીતિને લઇને નારાજ અને નાખુશ જોવા મળ્યા હતા અને બાદમાં અનેક યૂઝર્સ સિગ્નલ અને ટેલિગ્રામ જેવા વિકલ્પ તરફ વળ્યા છે. એક સર્વે અનુસાર ભારતમાં માત્ર 18 ટકા લોકો જ વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખશે જ્યારે 36 ટકા યૂઝર્સે તેનો ઉપયોગ ઘટાડ્યો છે. આ ઉપરાંત 15 ટકા યૂઝર્સ તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરે તેવી સંભાવના છે.
સર્વેક્ષણમાં 24 ટકા યૂઝર્સે કહ્યું હતું કે તેઓ અને અન્ય બીજા પ્લેટફોર્મ પર જવાનો વિચાર કરી રહ્યા છે. આ સર્વેક્ષણમાં ભારતના 244 જીલ્લામાંથી વોટ્સએપના યૂઝર્સ પાસે 24000થી વધુ પ્રતિક્રિયાઓ મળી હતી. વોટ્સએપના 91 ટકા યૂઝર્સે કહ્યું કે જો તેઓ ફેસબૂક અને ત્રીજા પક્ષ સાથે ચુકવણી અને લેવડ-દેવડની જાણકારી શેર રકશે તો તેઓ આ સુવિધાઓનો ઉપયોગ નહીં કરે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં વોટ્સએપના ડાઉનલોડમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સર્વેના તારણો અનુસાર 67 ટકા યૂઝર્સ કહે છે કે જો વોટ્સએપ તેમના ટ્રાન્ઝેક્શનની માહિતી ફેસબૂક અથવા કોઇ ત્રીજી સંસ્થા સાથે શેર કરશે તો તેઓ વોટ્સએપ બિઝનેસ વાપરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ ગ્રાહક સાથે ટ્રાન્ઝેક્શનની જાણકારી, માહિતી આપવા તેમજ વાઊચર્સ વગેરે માટે Myntra, MakeMytrip, Book my show વગેરે જેવી કંપનીઓ કરે છે.
(સંકેત)