Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામનું આ ખાસ ફીચર, જે યૂઝર્સને આપશે મોટી રાહત

Social Share

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામે અપશબ્દોવાળા મેસેજને હટાવી દેવા માટે હવે એક ખાસ ટૂલ બનાવ્યું છે. પોસ્ટ અપલોડ કર્યા બાદ કમેન્ટ્સમાં એબ્યુસિવ કન્ટેન્ટનો હમેશા ડર લાગતો હોય છે. પરંતુ ઇન્સ્ટાગ્રામે તેના માટે ટૂલ વિકસાવ્યું છે. ક્યારેક કોઇ કમેન્ટ્સ એબ્યુસિવ હોવા ઉપરાંત અશોભનીય પણ હોય છે ત્યારે હવે તમે Hidden words નામના ડેડિકેટેડ સેક્શનમાં જઇને તમે એબ્યુસિવ મેસેજને ડિલીટ પણ કરી શકશો.

આ ટૂલ ઑન કર્યા બાદ લોકો તમારી પોસ્ટ પર એબ્યુસિવ મેસેજ નહીં કરી શકે. અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ પર લોકો આ પ્રકારના અપશબ્દોથી હેરાન થતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં DM સેક્શનના ફોલ્ડરને આઉટ કરી નાખવામાં આવ્યું છે. નવા ફીચરને લોકોને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને વિકસિ કરાયું છે.

અહીંયા વિશેષ વાત એ છે કે ઇન્સ્ટાગ્રામે અપ-શબ્દોની એક ખાસ સૂચિ બનાવી છે. આ સૂચિની મદદથી તમારા પોસ્ટ પર આવા કોઇપણ અપ-શબ્દોનો પ્રયોગ થઇ શકશે નહીં. ઇન્સ્ટાગ્રામમાં આ નવા ટૂલને તૈયાર કરવા માટે એન્ટિ-ડિસ્ક્રિમિનેશન તેમજ એન્ટિ બુલિંગ ઓર્ગેનિઝેશનની મદદ લેવામાં આવી હતી.

કઇ રીતે કરશો ઉપયોગ

સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં જઇને પ્રાઇવસી સેટિંગમાં તમારે જવાનું રહેશે. એમાં Hidden words નામના ડેડિકેટેડ સેક્શનમાં જવાનું રહેશે. ઇન્સ્ટાગ્રામ પર જેમ કોમેન્ટના ફિલ્ટરને આઉટ કરવામાં આવે છે. તેમ જ આ પણ કામ કરશે. ઇન્સ્ટાગ્રામ પર તમારે માત્ર તેને ઑન કરવાનું રહેશે. જેથી અપ-શબ્દો વાળા મેસેજ કોમેન્ટ પરથી ત્યાં જતા રહેશે. અને પછી તમે Hidden Requests પર જઇને તેને ડિલિટ કરી શકશો.

(સંકેત)