Site icon Revoi.in

પાલક હવે તમને મોકલશે ઇમેઇલ, વિસ્ફોટકોની આપશે માહિતી

Social Share

કેમ્બ્રિજ: પાલકની ગણતરી પોષક તત્વથી ભરપૂર લીલા પાંદડાવાળી શાકભાજીઓમાં થાય છે. પાલકમાં આયર્ન, કેલ્શિયમ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. પરંતુ તમને કહેવામાં આવે કે, હવે આ પાંદડાવાળા શાકભાજી ઇમેઇલ મોકલી શકે છે, તો તમે શું કહેશો?, ચોંકી ગયા ને?, પરંતુ આ હકીકત છે. એન્જિનિયરોએ સ્પિનચ ગ્રીન્સ બનાવ્યા છે જે તમને ઇમેઇલ્સ મોકલી શકે છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના એન્જિનિયરોને તેમાં સફળતા મળી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નેનો ટેક્નોલોજી દ્વારા, તેઓ પાલકના મૂળમાં એવા સેન્સર મૂક્યા છે, જે તમને જમીનમાં કોઇ ખતરો લાગે તો તમને એક મેઇલ મોકલશે. સંસ્થાના મુખ્ય સંશોધનકર્તા માઇકલ સ્ટ્રૉનો, તેમની ટીમ સાથે મળીને સંયુક્તપણે એક પાલક બનાવ્યું છે. જ્યારે જમીનની નીચે વિસ્ફોટકો મળી આવે ત્યારે તમને ઇમેઇલ્સ મોકલી શકે છે. આ પાલકનું મૂળ દ્વારા શક્ય છે.

પાણીમાં અથવા જમીનમાં હાજર નાઇટ્રોઆરોમિટીક્સની સંવેદના દ્વારા મેલ મોકલવામાં આવશે. યુરો ન્યૂઝને એમઆઈટીના (MIT) વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જ્યારે પાલકના મૂળિયા ભૂગર્ભ જળમાં નાઇટ્રોઆરોમેટીક્સની લાગણી અનુભવે છે, ત્યારે તેના પાંદડામાં રહેલા કાર્બન નેનોટ્યુબ્સ સિગ્નલ છોડશે.

નાઇટ્રોઆરોમેટિક્સએ એક પ્રકારનું રાસાયણિક સંયોજન છે જે વિસ્ફોટક પદાર્થમાં હોય છે. જ્યારે પાલકનું મૂળ તેની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં રહેલા કાર્બન નેનોટ્યુબ્સ સિગ્નલ મોકલશે. આ સંકેત IR કેમેરા દ્વારા વાંચવામાં આવશે જે વૈજ્ઞાનિકોને દ્વારા ઇમેઇલ તરીકે પ્રાપ્ત થશે.

(સંકેત)