- વોટ્સએપના યૂઝર્સ ચેતજો
- માર્કેટમાં વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે
- આ ફેક વર્ઝનથી યૂઝર્સ તમારી ખાનગી માહિતી લીક કરી શકે છે
નવી દિલ્હી: વોટ્સએપના યૂઝર્સ હવે ચેતજો. કારણ કે માર્કેટમાં હવે વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, iPhone માટે વોટ્સએપનું બનાવટી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનને ઇટલીની એક મોનિટરિંગ કંપની Cy4Gateએ કેટલાક યૂઝર્સને ટાર્ગેટ બનાવવા માટે બનાવી છે. આ વર્ઝનની મદદથી હેકર્સ તમારા ફોનમાં એક ફાઇલને ઇન્સ્ટોલ કરી શકે છે બાદમાં તમારી બધી જ ખાનગી માહિતીની લીક કરી શકે છે. 2019માં, ઇઝરાઇલના એનએસઓ જૂથ દ્વારા વિકસિત એક સ્પાઇવેર દ્વાર વોટ્સએપ વપરાશકર્તાઓને ટાર્ગેટ કર્યા હતાં જેમાં ભારત સહિત વૈશ્વિક ક્ષેત્રોમાં પત્રકારો અને માનવ અધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ટોરોન્ટો યુનિવર્સિટીની સાયબર સ્પેસ રિસર્ચ લેબ સિટીઝન લેબે મધરબોર્ડની સાથે મળીને આઇફોન માટે વોટ્સએપનાં નકલી સંસ્કરણને શોધવાનું કામ કર્યું, જે દેખીતી રીતે સાયફોરગેટ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. આ નકલી વોટ્સએપ સંસ્કરણનો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે ZecOps એ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર યૂઝર્સ વિરુદ્વના હુમલાને શોધવા ટ્વીટ કર્યું હતું.
એક વેબસાઇટ આ ફેક એપને આઇફોન વપરાશકર્તાઓના ફોનમાં ઇન્સ્ટોલ કરી રહી હતી. મધરબોર્ડના અહેવાલ મુજબ, વેબસાઈટે છેતરપિંડી કરીને ફોનમાં ફાઇલ નાખીને તેમની પાસેથી ગુપ્ત માહિતી મેળવતી હતી. આ ફાઇલની સહાયથી હેકર્સના સર્વરમાં આઇફોન યુઝર્સની UDID અને IMEI નંબર જતો હતો. WhatsApp નું નિવેદન WhatsApp ને જ્યારે આ હેકિંગ વેબસાઇટ વિશે જાણવા મળ્યું ત્યારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે યુઝર્સને એટલું જ કહીશું કે આવી વેબસાઇટ્સથી બચીને રહેવું. જો તેઓ વોટ્સએપ ઇન્સ્ટોલ કરી રહ્યાં છે તો તેઓ તેને પ્લે સ્ટોર દ્વારા જ ડાઉનલોડ કરે. ક્યાંય અન્ય જગ્યાએથી જો ડાઉનલોડ કરશો તો તે સુરક્ષિત નહીં કહેવાય.
તમને જણાવી દઇએ કે, ફેસબુક અને વોટ્સએપ અન્ય માનવાધિકાર જૂથો સાથે વર્તમાનમાં ઇઝરાયલના સ્પાઇવેર નિર્માત NSO ના ગ્રુપ સાથે કાયદાકીય લડાઇ લડી રહ્યું છે. જેમાં NSO પર આરોપ હતો કે તે વોટ્સએપને વિશ્વભરમાં લગભગ 1,400 પસંદ કરાયેલા લોકોની જાસૂસી માટે ઉકસાવવામાં આવી રહ્યું છે.
(સંકેત)