- ભારત સહિત વિશ્વમાં કેશેલેસ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો
- લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે
- દક્ષિણ કોરિયામાં લોકો કેશલેસ પેમેન્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે
નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વ ડિજીટલ બની રહ્યું છે અને વિશ્વભરમાં ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે. ગ્લોબલ વેબ ઇન્ડેક્સના સર્વે પ્રમાણે, દક્ષિણ કોરિયામાં લોકો કેશલેસ પેમેન્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે.
રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયાના એક સર્વેમાં 77 ટકા લોકોએ માન્યું કે તે કેશલેસ પેમેન્ટને વધુ પ્રાયોરિટી આપે છે. ત્યારે અમેરિકામાં 32 ટકા લોકોએ જણાવ્યું કે કેશથી ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે. વિકસિત દેશોમાં કેશથી કામકાજને લોકો વધુ પસંદ કરે છે. આ સર્વેમાં સામેલ 46 દેશોમાં ફિલીપાઈન્સ અને ઈજિપ્તના લોકો કેશલેસ પેમેન્ટને સૌથી ઓછી પ્રાથમિકતા આપે છે. આ દેશોમાં 33 ટકા લોકોએ કેશલેસ પેમેન્ટને પહેલી પસંદ માની, જ્યારે મોરોક્કોમાં 34 ટકાએ આને પોતાની પ્રાથમિકતા ગણાવી.
દક્ષિણ કોરિયા બાદ સ્વીડન અને રશિયામાં સૌથી વધુ ક્રમશઃ 74 અને 72 ટકા લોકોએ કેશલેસ પેમેન્ટને પોતાની પહેલી પસંદ ગણાવી. ચીનમાં 67 ટકા લોકોએ આને પોતાની પ્રાથમિકતા ગણાવી તો ભારતમાં 52 ટકા લોકોએ માન્યું કે, કેશલેસ પેમેન્ટ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત અને ઈન્ડોનેશિયા બન્ને સૌથી તેજીથી ઉભરતા બજાર છે. વસ્તીમાં એશિયન દેશોમાં કાર્ડમાં છેલ્લા 5 વર્ષોમાં બહોળી પ્રગતિ થઈ છે. ચીન, ભારત અને ઈન્ડોનેશિયામાં ક્રમશઃ આમાં 69.3 ટકા, 136.3 ટકા અને 56.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
અમુક વિકસિત દેશોમાં કેશને પ્રાથમિકતા બતાવતી વાતનું વિશ્લેષણ કર્યા બાદ ઘણાં તથ્યો સામે આવ્યા. કેશને પસંદ કરવાનું સૌથી મોટું કારણ આ દેશોમાં બેન્ક એકાઉન્ટ અને કાર્ડ નહિં હોવાનું છે.
(સંકેત)