Site icon Revoi.in

વૈશ્વિક સ્તરે ઇન-એપ્સ પર્ચેઝીંગ્સ મારફતે 32 અબજ ડોલરની ખરીદી

Social Share

નવી દિલ્હી: ચાલુ 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એપ્સનો વપરાશ વધ્યો છે. પ્રથમ ત્રિમાસિકમાં વૈશ્વિક સ્તરે ઇન-એપ્સ પર્ચેઝીંગ્સ એટલે કે એપ્સ પર થતી ખરીદી 32 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે અનેક દેશોમાં ફરીથી લોકડાઉન સહિતના આકરા પગલાં ભર્યા છે. જેના પગલે 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક દરમિયાન ઑનલાઇન શોપિંગના પ્રમાણમાં વધારો થયો છે.

આ પ્રતિકૂળતા વચ્ચે વિશ્વભરના લોકો એપ્સ પર ખરીદી તરફ વળ્યા છે જેના કારણે આ પ્રકારની ખરીદીનો ટ્રેન્ડ વેગીલો બનતા વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં એપ્સ પર થતી ખરીદી 32 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી છે.

આ સમયગાળા દરમિયાન ડાઉનલોડના પ્રમાણમાં પણ મોટા પાયે વધારો થયો છે. સૂચિત સમય દરમિયાન 31 અબજ ડાઉનલોડ થયા હતા જે ગત વર્ષની તુલનાએ 10 ટકા વધ્યું છે.

(સંકેત)