Site icon Revoi.in

આ 7 એપ્સને ભૂલમાં પણ ના કરતા ડાઉનલોડ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

Social Share

મુંબઇ: ભારતના ઇન્ટરનેટ યૂઝર કસ્ટમર કેર સ્કેમનો ભોગ બની રહ્યા છે. અનેકવાર આ પ્રકારના સ્કેમમાં જાળમાં ફસાઇ જવાથી લોકોને મોટા પાયે નાણાં ગુમાવવાનો વારો આવે છે. મૂળે, કોઇ કંપનીનો કસ્ટમર કેર નંબર જાણવા માટે યૂઝર તેને ગૂગલ પર સર્ચ કરે છે અને પછી તેને ડાયલ કરે છે. પરંતુ અનેકવાર ગૂગલ પર સર્ચ કરવામાં આવતા કસ્ટમર કેર નંબરનું પહેલું પરિણામ નકલી હોય છે. જેને સ્કેમ કરનારા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ નંબર પર ફોન લગાડવાની થોડીક જ ક્ષણોમાં ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે.

આ પ્રકારના સૌથી વધારે ફ્રોડ રિમોટ કન્ટ્રોલ બેઝ્ડ એપથી થતા હોય છે. તે સ્કેમર આ પ્રકારના સ્કેમને અંજામ આપવા માટે મોબાઇલ યૂઝરને તેના એન્ડ્રોઇડ ફોન પર રિમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા માટે મજબૂર કરે છે. રિમોટ એપ એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે તેના વિશે ખૂબ ઓછી જાણકારી આપવામાં આવતી હોય છે.

કઇ રીતે કરે છે કામ

સ્કેમર ગ્રાહકોને મેસેજના માધ્યમથી એક લિંક મોકલે છે અને રિમોટ એક્સેસવાળી કોઇ એપને ડાઉનલોડ કરવા માટે જણાવે છે. પરંતુ લોકોને એ વાતની આશંકા પણ નથી હોતી કે એપને ડાઉનલોડ કર્યા બાદ તેમના ફોનનો તમામ એક્સેસ ફ્રોડના હાથમાં જતો રહે છે. ત્યારબાદ સ્કેમર ફોનમાં સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દે છે. ત્યારબાદ યુપીઆઇ લોગઇન કરવા દરમિયાન તે ફોનમાં આવેલો OTP જાણી લે છે.

મહત્વનું છે કે, રિમોટ કન્ટ્રોલવાળી એપ માલવેર નથી હોતી, તે ખૂબ જ કામની એપ હોય છે, પરંતુ જ્યારે તેનો દૂરુપયોગ થવા લાગે છે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે, કારણ કે તે તમારા એકાઉન્ટમાંથી નાણાં સાફ કરી નાખે છે અને યૂઝરે મોટા પાયે નાણાંકીય નુકસાન ભોગવવાની નોબત આવે છે.

(સંકેત)