Site icon Revoi.in

અંગ્રેજીનો ઇજારો થશે ખતમ, હવે ગુજરાતી સહિત 22 અન્ય ભાષાઓમાં બની શકશે E Mail ID

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજીની હરણફાળ સાથે યૂઝર્સને કઇક નવીનતમ સતત મળતું રહે છે જે તેના કેટલાક કામોને વધુને વધુ સરળ બનાવે છે. હવે ઇમેઇલ ID માટે અંગ્રેજી ભાષાનો ઇજારો વધારે સમય રહેશે નહીં કારણ કે હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ ઇમેઇલ આઇડી બની શકશે. જેમાં ગુજરાતી, હિન્દી સહિત કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાદ તમારું ઇમેઇલ આઇડી, દ્રષ્ટાંત તરીકે કલ્પેશ.વિકાસ આ રીતનું બનાવી શકશો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઑફ ઇન્ડિયાએ રાજસ્થાનની એક ટેક્નોલોજી કંપની સાથે મળીને આવું કરી દેખાડ્યું છે. આ ટેક્નોલોજીમાં ભારત વિશ્વમાં પ્રથમ એવો દેશ બનશે, જે આવું કરી બતાવશે. તેનો પાયો જયપુરમાં નંખાયો છે.

અહીંયા ડેટા એક્સચેંજ ટેક્નોલોજી અને નેશનલ ઇન્ટરનેટ એક્સચેંજ ઑફ ઇન્ડિયાએ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. ડોમેઇન રજિસ્ટર કરાવા પર સરકાર પ્રાદેશિક ભાષામાં ઇમેઇલ આઇડી ફ્રીમાં આપી રહી છે. જેને આત્મનિર્ભર ભારત અને ભાષાની આઝાદી સાથે જોડીને પણ જોવામાં આવ્યું છે. મંત્રાલય ડોમેન રજિસ્ટર કરાવવાની સુવિધા આપી રહી છે જેમાં શુલ્ક આપીને ડોમેન રજિસ્ટર કરાવતાની સાથે જ તમારી ઇચ્છિત ભાષામાં ઇમેઇલ આઇડી બની જશે.

આ ભાષામાં બનાવી શકાશે Email ID

યૂઝર્સ ગુજરાતી, હિન્દી, બોડો, મણિપુરી, તેલુગૂ, ઉર્દૂ, તમિલ, પંજાબી, કન્નડ, ઉડિયા, સંસ્કૃત, સૈથલી, ડોગરી, કોંકણી, મૈથિલી, મરાઠી, નેપાલી, સિંધી, બંગાળી, કશ્મિરી, સિંધી (અરેબિક), મલયાલમ જેવી પ્રાદેશિક ભાષામાં Email ID બનાવી શકશે.

આ રીતે રહેશે પ્રાદેશિક ભાષામાં Email ID

Email ID માટે @ પહેલાના ભાગમાં નામ સંપર્ક રહેશે. ઉદાહરણ તરીકે કલ્પેશ નામના વ્યક્તિએ પોતાની આઇડી બનાવી છે, તો સંપર્ક@કલ્પેશ.વિકાસ એવી રીતે બનશે.

(સંકેત)