Site icon Revoi.in

આખરે હવે ફેસબુકે તાલિબાનીઓને આતંકી માન્યા, તાલિબાનીઓના પ્લેટફોર્મ વપરાશ પર મૂક્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર રાજ કરી રહેલા તાલિબાન સામે હવે ફેસબૂકે પણ લાલ આંખ કરી છે. હવે ફેસબૂક પર સક્રિય રૂપથી તાલિબાનને પ્રમોટ કરતા કન્ટેન્ટને અને તાલિબાનીઓ દ્વારા બનાવવામાં આવેલા એકાઉન્ટ્સને ફેસબૂક હટાવી રહી છે. અમેરિકી કાયદાઓ હેઠળ તાલિબાનને એક આતંકી સંગઠન તરીકે સ્વીકારવામાં આવ્યું છે એટલે જ ફેસબુક પોતાના નીતિ-નિયમો હેઠળ તાલિબાનીઓને સેવામાંથી પ્રતિબંધિત કરી દીધું છે.

ફેસબૂકે કરેલી કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, તેની પાસે અફઘાનિસ્તાનના વિશેષજ્ઞોની ટીમ છે. આ ટીમ સ્થાનિક ભાષા અને પશ્તો બોલનાર છે. તેઓ તાલિબાનના સ્થાનિય સંદર્ભોનું પણ જ્ઞાન ધરાવે છે. આ ટીમ અમારા પ્લેટફોર્મ પર આવતા મુદ્દાઓ વિશે અમને સતર્ક કરવા અને હટાવવામાં મદદ કરી રહી છે.

ફેસબુકની ફોટો શેયરિંગ એપ ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ સોમવારે એક ઈન્ટવ્યુ દરમિયાન જણાવ્યુ કે તાલિબાન કંપનીની ખતરનાક સંગઠનોના લિસ્ટમાં છે અને સમૂહને પ્રોત્સાહન આપવા અથવા તેનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ પણ સામગ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મોસેરીએ જણાવ્યુ કે અમે એ પોલિસી પર કામ કરી રહ્યા છીએ જેમાં કોઈ પણ ખતરનાક હોય અથવા તો તાલિબાની સંબંધિત હોય તો તેને સક્રિય રૂપથી હટાવી શકે. તેમણે કહ્યું કે હવે આ સ્થિતી ઝડપથી આગળ વધી રહી છે અને સાથે મુશ્કેલીઓ પણ વધશે. અમે જે પણ કરીએ છીએ તેને મોડીફાઈડ કરવુ પડશે.