Site icon Revoi.in

ફેસબૂક અદ્રશ્ય થવાની ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કરી રહ્યું છે કામ, બની શકે છે વાસ્તવિકતા

Social Share

નવી દિલ્હી: આપણે આપણા ધર્મગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓ અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઇને બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ વાંચી છે અને ધાર્મિક સિરીયલોમાં પણ તેવું દર્શાવાય છે. પણ શું આ વસ્તુ વાસ્તવિક જીવનમાં શક્ય છે? વૈજ્ઞાનિકો પાસે હાલમાં તેનો જવાબ નથી, પરંતુ તેના પર વર્ષોથી કામ ચાલી રહ્યું છે. એક જગ્યાએથી અંતરધ્યાન થઇને દૂરના સ્થળે પહોંચી જવાની ક્રિયાને ટિલિપોર્ટેશન કહેવાય. હાલમાં ટેક દિગ્ગજ ફેસબૂક ટેલિપોર્ટેશન ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ફેસબૂકના માર્ક ઝકરબર્ગે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફેસબૂક એ પ્રકારના ગોગલ્સ બનાવી રહ્યું છે. અગાઉ ગૂગલે પણ ગૂગલ ગ્લાસ નામે ક્રાંતિકારી ચશ્માં બનાવવાનો પ્રયોગ આરંભ્યો હતો. એ ચશ્માં જો કે ટેલિપોર્ટેશન અંગેના નહીં પણ ગૂગલ સર્ચની જેમ કોઇ વ્યક્તિની માહિતી પળવારમાં રજૂ કરી આપે તે પ્રકારના હતા.

માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે અત્યારે મીટિંગ માટે અને અન્ય કામો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવાથી ક્લાઈમેટ ચેન્જમાં વધારો થાય છે. કેમ કે પ્રવાસ કરવા માટે વાહન, રહેવા માટે હોટેલ, અન્ય ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ અને પ્રદૂષણ ફેલાવો બન્ને સર્જાય. એ સ્થિતિ ટાળવા માટે ફેસબૂક આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરે છે. માર્કના કહેવા પ્રમાણે કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે.

શરીર કણોનું બનેલું છે. એ કણોનું સંપૂર્ણ વિભાજન આવડી જાય, વિભાજીત થયેલા કણોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા આવડી જાય અને ત્યાં પહોંચાડયા પછી ફરીથી કણોમાંથી શરીર પેદા કરતાં આવડે તો ટેલિપોર્ટેશન શક્ય બને.

(સંકેત)