- ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ કરનાર વિરુદ્વ ફેસબૂક કરશે કાર્યવાહી
- ફેસબૂકે આ માટે નવા નિયમો બનાવ્યા
- એ પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે હવે ગ્રૂપ માટે નવા નિયમો બનાવ્યા છે. હવે ફેસબૂક વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરશે. તેના એડમિન કે મોડટેરર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ફેસબૂકના એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપનીએ વાંધાજનક પોસ્ટથી બચવા માટે નવા નિયમો બનાવ્યા છે. એ પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે. ગ્રૂપમાં નફરત ફેલાવતી પોસ્ટ, ફોટો કે વીડિયો શેર કરનારા સામે બ્લોક કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર જો કોઇ સભ્ય વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને ફેસબૂકમાં લિમિટેડ એક્સેસ જ અપાશે. એટલું જ નહીં, નવા સૂચનો મળતા પણ બંધ થઇ જશે. નફરત ફેલાવતા ગ્રૂપને બંધ કરી દેવામાં આવશે. હિંસક સામગ્રી દર્શાવતી પોસ્ટને અટકાવી દેવાશે. તેની સમય મર્યાદા 7 થી 30 દિવસની રહેશે. જો વારંવાર આવું થશે તો યૂઝર્સ પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવા મેમ્બર્સ ગ્રૂપમાં નવા સભ્યોને જોડવા માટે સક્ષમ નહીં હોય.
જો કોઇ ગ્રૂપમાં બહુ બધા સભ્યો વારંવારની સૂચના પછી પણ નફરત ફેલાવતી પોસ્ટ કરશે તો એના એડમિન સામે અને મોડટેટર્સ સામે જ કાર્યવાહી કરવામાં આવશે. જે ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ જણાશે તેની પાસેથી દરેક પોસ્ટ વખતે ફેસબૂક એડમિન અને મોડરેટર્સની પરવાનગી મેળવશે અને એ પછી એડમિન અન મોડરેટર્સ જ તેના માટે જવાબદાર ગણાશે.
(સંકેત)