1. Home
  2. ગુજરાતી
  3. FAU-G ગેમ લોન્ચ થતાં પહેલા જ થઇ પોપ્યુલર, આટલા લોકોએ કરાવ્યું પ્રી-રજિસ્ટ્રેશન
FAU-G ગેમ લોન્ચ થતાં પહેલા જ થઇ પોપ્યુલર, આટલા લોકોએ કરાવ્યું પ્રી-રજિસ્ટ્રેશન

FAU-G ગેમ લોન્ચ થતાં પહેલા જ થઇ પોપ્યુલર, આટલા લોકોએ કરાવ્યું પ્રી-રજિસ્ટ્રેશન

0
Social Share
  • FAU-G ગેમને લોન્ચ પહેલા જ મળી રહ્યો છે જોરદાર પ્રતિસાદ
  • ગૂગલ પ્લે સ્ટોર પર 40 લાખથી વધુ યૂઝર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું
  • 26 જાન્યુઆરીએ આ ગેમ યૂઝર્સ માટે લોન્ચ થશે

નવી દિલ્હી: ગેમ્સ રખવાના શોખીનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ગેમ FAU-G 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવાની છે. જો કે આ દેશી ગેમ લોન્ચ થતાં પહેલાં જ લોકપ્રિય થઇ ચૂકી છે.

ગૂગલ પ્લે સ્ટોર પર હાજર ફૌજી ગેમ માટે અત્યારસુધી 40 લાખથી વધુ યૂઝર્સ રજિસ્ટ્રેશન આવી ચૂક્યા છે. ગેમ ડેવલોપર્સનું કહેવું છે કે આ ગેમના લોન્ચ સુધી લગભગ 50 લાખ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલ આ ગેમ હાઇ-એન્ડ અને મિડ રેંજ સ્માર્ટફોન્સ માટે જ ઉપલબ્ધ છે.

FAU-G ગેમને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. આ ગેમના ઇન્ડિયન ગેમ ડેવલોપર nCore Games એ આ ગેમ તૈયાર કરી છે. ફૌજી ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન નવેમ્બરથી શરૂ થઇ ચૂક્યું છે. FAU-G ગેમને હાઇ-એંડ અને મિડ-રેંજ એંડ્રોઇડ સ્માર્ટફોન્સમાં રમી શકાશે. nCore Games જલ્દી જ આ ગેમને લો-એંડ સ્પેસિફિકેશન્સવાળા સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવશે. આ સાથે જ આ ગેમને કંપની જલ્દી જ આઇફોન યૂઝર્સ માટે પણ રિલીઝ કરશે.

nCore Games ગેમ્સના કો-ફાઉન્ડર અને ચેરમેન વિશાલ ગોંડલએ જણાવ્યું કે FAU-Gના ઓફિશિયલ લોન્ચ પહેલાં 40 લાખથી વધુ યૂઝર્સ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે પ્રી રજિસ્ટ્રેશનમાં લો-એન્ડ સ્પેસિફિકેશન્સવાળા સ્માર્ટફોનને સામેલ કરવામાં આવ્યા ન હતા.

નોંધનીય છે કે FAU-G ગેમ માટે ગૂગલ પ્લે સ્ટોર પર પહેલાં જ દિવસે અંદાજે 10 લાખ યૂઝર્સએ પ્રી-રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ લગભગ દોઢ મહિનામાં આ ગેમને પ્રી-રજિસ્ટ્રેશન કરનાર યૂઝર્સનો આંકડો 40 લાખ પાર પહોંચી ગયો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code