Site icon Revoi.in

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

Social Share

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. સવારે 10 વાગ્યા પછી ભારત સહિતના કેટલાક દેશોમાં જીમેઇલની સેવાઓ યથાવત્ કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. સર્વિસ ખોરવાયા બાદ ખુદ ગૂગલે પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઇલની સેવાઓ ખોરવાઇ હોવાનું કબૂલ્યું હતું. જો કે આ અંગેનું કારણ હજુ આપવામાં આવ્યું નથી.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ગૂગલ ડ્રાઇવમાં પણ ફાઇલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઇ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઇવની સેવાઓ પણ ખોરવાઇ હોવાનું સ્વીકાર્યું હતું.

આપને જણાવી દઇએ કે વિશ્વભરમાં જીમેઇલના 150 કરોડ યૂઝર્સ છે અને ભારતમાં પણ જીમેઇલના 36.5 કરોડ યૂઝર્સ છે. જીમેઇલ તેની સર્વિસને કારણે લોકપ્રિય છે ત્યારે તેની સર્વિસમાં વિધ્ન કે વિક્ષેપ આવે તેનાથી કરોડો યૂઝર્સ મુશ્કેલીમાં મૂકાય તે સ્વાભાવિક છે.

ગૂગલ મેઈલમાં આવેલી આ પ્રકારની તકલીફથી હાલ અનેક કામો થોભી ગયા હશે અને ડીજીટલ જમાનામાં લાખો કરોડો કામનો અને વહીવટ જીમેઈનમાં અટેચમેન્ટ મોકલીને કરવામાં આવે છે. હાલ આ પ્રકારની સુવિધા ન મળવાથી લોકોને કામમાં તકલીફ પણ પડી રહી છે.

મહત્વની વાત એ છે કે જીમેઈલ જેવી મોટી કંપનીમાં જો આ પ્રકાની ખામી આવી શકે તો લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે. લોકોના નાણાકીય ડોક્યુમેન્ટ યોગ્ય સમયે ન પહોંચવાથી પણ અનેક મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે.

(સંકેત)