- ગૂગલે ફરી ઇન્સ્ટન્ટ લોન આપતી ડિજીટલ લોન એપ સામે કરી કાર્યવાહી
- ગૂગલે ગૂગલ પ્લે સ્ટોર પરથી 100 જેટલી ડિજીટલ લોન એપ હટાવી
- આ ડિજીટલ લોન એપ્સ નિયમોનું પણ કરી રહી હતી ઉલ્લંઘન
નવી દિલ્હી: ઇન્સ્ટન્ટ લોન આપીને લોકો પાસેથી બાદમાં ઉંચુ વ્યાજ વસૂલતી 100 જેટલી ડિજીટલ લોન એપ્સને ગૂગલે તેના ગૂગલ પ્લે સ્ટોર પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. આ એપ્સ નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહી હતી. સામાન્ય લોકો તેમજ સરકારી એજન્સીઓ તરફથી આપવામાં આવેલા ફ્લેગના આધારે ગૂગલ એપ્સને રિવ્યૂ કરી રહી છે. જો કે હાલમાં ગૂગલે પ્લેસ્ટોર પરથી હટાવવામાં આવેલી એપ્સની માહિતી આપી નથી.
ગૂગલે લખ્યું કે, તેઓએ તેના ડેવલપર્સ પાસેથી નિયમોનું ઉલ્લંઘન કરી રહેલી ડિજીટલ લોન એપ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે જ કંપની એવી એપ્સની ઓળખ કરી રહી છે જે લોકલ લો તેમજ રેગ્યૂલેશનનું ઉલ્લંઘન કરીને ફ્રોડ ડિજીટલ લેન્ડિંગ કરે છે. એવું કરનાર એપ્સ સામે નોટિસ જાહેર કર્યા વગર કાર્યવાહી કરવામાં આવશે.
કંપનીની નવી પોલિસી હેઠળ પર્સનલ લોન આપનાર એપ્સ માટે ચૂકવણીની ઓછામાં ઓછી તેમજ વધુમાં વધુ સમયમર્યાદા અને વધુ વ્યાજદર અંગે યૂઝરને સ્પષ્ટ જાણકારી આપવી અનિવાર્ય છે. આ કાર્યવાહી એટલે કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલાક મહિનાથી દેશમાં અનેક જગ્યાએ મોબાઇલ એપ દ્વારા લોન આપનાર અનેક નકલી રાશી આપનારની સૂચનાઓ મળી રહી છે.
આ એપ પહેલા તો યૂઝર્સને સરળતાપૂવર્ક 5,000 થી 50,000 રૂપિયા સુધીની લોન આપી દે છે. પરંતુ બાદમાં 60 થી 100 ટકા સુધીનું વ્યાજ લે છે. આ સાથે જ લોન નહીં ચૂકવનાર લોકો સાથે વસૂલાતના નામે દુર્વ્યવહાર કરે છે.
(સંકેત)