Site icon Revoi.in

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

Social Share

કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકા પણ ચીન વિરુદ્વ સખ્ત વલણ અપનાવી રહ્યું છે. હવે ગૂગલે પણ ચીનની વિરુદ્વ મોટું પગલું લીધું છે. ગૂગલે ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલીટ કરી છે. ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ફટકો પડ્યો છે.

આ કારણોસર ચેનલ્સ હટાવાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર ચીનની આ યૂટ્યુબ ચેનલ્સની મદદથી ભામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. આ જાણકારી મળ્યા બા ગૂગલે આ ચીની યૂટ્યૂબ ચેનલ્સને હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે આ યૂટ્યુબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ચીન સાથે જોડાયેલા ઇન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

ગૂગલ અનુસાર જે ચીનની યૂટ્યુબ ચેનલ્સને હટાવવામાં આવી છે તેના પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. જો કે ગૂગલે આ ચેનલ્સના નામનો હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી, પણ કેટલીક સૂચનાઓ આપી છે.

કઇ રીતે થઇ ઓળખ

સોશિયલ મીડિયા એનાલિટિક્સ કંપની ગ્રાફિકાએ એપ્રિલ માસમાં ડિસઇન્ફોર્મેશન કેમ્પેઇન ચલાવ્યું હતું. આ કેમ્પેઇન મારફતે કંપની ગ્રાફિકાએ આ ચેનલ્સની ઓળખ કરી હતી. અમેરિકામાં ચીની દૂતાવાસે આ વિશે કોઇ માહિતી આપી નથી.

મહત્વનું છે કે, ગૂગલ દ્વારા લેવાયેલા આ પગલાંથી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતે પણ કેટલાક સમય અગાઉ ચીનની કુલ 106 એપ્સ પર પ્રતિબંધ મૂકીને બહિષ્કાર દર્શાવ્યો હતો. ભારત સરકારે તે ઉપરાંત ચીનથી આયાત થતી અનેક પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

(સંકેત)