Site icon Revoi.in

1 જૂનથી ગૂગલની આ નિ:શુલ્ક સેવા થઇ જશે બંધ, ચૂકવવો પડશે આટલો ચાર્જ

Social Share

નવી દિલ્હી: ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વિશ્વભરમાં ફોટો અને વીડિયો સ્ટોરેજ માટે નિ:શુલ્ક સેવાઓ પ્રદાન કરનારું ગૂગલ હવે ટૂંક સમયમાં આ સેવા માટે યૂઝર્સ પાસેથી ચાર્જની વસૂલાત કરી શકે છે. 1 જૂનથી, ગૂગલ યૂઝર્સ પાસેથી આ સેવાઓ માટે ચાર્જની વસૂલાત કરશે.

અત્યારે ગૂગલ તેના યૂઝર્સને તેના ક્લાઉડ પર ફ્રીમાં પોતાના પર્સનલ ફોટો સ્ટોર કરવાની અનુમતિ આપે છે અને તે આ સેવા નિ:શુલ્ક આપે છે. જો કે હવે આ ફ્રી સર્વિસ 1 જૂન, 2021થી બંધ થઇ જશે. એટલે જો તમે હવે તમારા ફોટો અથવા ડેટા ગૂગલ ફોટો કે ડ્રાઇવમાં સ્ટોર કરો છો, તો તેના માટે હવે તમારે ચાર્જ આપવો પડશે.

ગૂગલ અત્યારે ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે. જેના દ્વારા તેઓ તેમના ફોટો, ડોક્યુમેન્ટ, વીડિયો અથવા કંઇ પણ ઓનલાઇન સ્ટોર કરી શકે છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યારે એક્સેસ પણ કરી શકે છે. ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી ડેટા સ્ટોરેજ આપે છે, પરંતુ હવે જો વધુ સ્ટોરેજની આવશ્યકતા હોય તો તેનો અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

યૂઝર્સે આટલો ચાર્જ ચૂકવવો પડશે

જો ગૂગલનો કોઇ ગ્રાહક 15 જીબી કરતા વધારે સ્ટોરેજ વાપરવા માંગે છે, તો તેણે દર મહિને 1.99 ડોલર એટલે કે 146 રૂપિયા ચૂકવવા પડશે. કંપની દ્વારા, તેનું નામ ગુગલ વન રાખવામાં આવ્યું છે. તેનો વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ 1500 રૂપિયા છે. નવા ફોટા અને વીડિયો સંગ્રહવા માટે ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે.

(સંકેત)