– ડિજીટલ ક્ષેત્ર પણ ભારત હવે બનેશે આત્મનિર્ભર
– સરકાર હવે પોતાનું પ્લે સ્ટોર કરી શકે છે લોન્ચ
– ગૂગલ પરની નિર્ભરતા ઘટાડવા સરકારની યોજના
ભારત સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર આગળ વધી રહી છે અને મોટા ભાગની વસ્તુઓમાં અન્ય દેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રયાસરત છે. આ જ દિશામાં હવે સરકાર પોતાનું પ્લે સ્ટોર લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એપલ અને આલ્ફાબેટની કંપની ગૂગલ પર નિર્ભરતા ઓછી કરવા માટે ભારત પોતાનું એપ સ્ટોર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. મોદી સરકાર પોતાની માટે મોબાઇલ સર્વિસ એપ સ્ટોક તૈયાર કરી શકે છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર પીએમ મોદીની સરકાર આ ઉદ્દેશ્યની માટે પોતાની મોબાઇલ સેવા એપ સ્ટોર ચાલુ કરી શકે છે.
સરકારી સૂત્રોનુસાર એન્ડ્રોઇડની ભારતમાં 97 ટકા બજાર હિસ્સેદારી છે. એવામાં સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને ભારતીય સ્ટાર્ટઅપ્સની મદદ કરવી જોઇએ. સૂત્રોનુસાર આ સ્ટોર ગૂગલ કે એપલની જેમ એપ સ્ટોર તૈયાર કરવા માટે 30 ટકા ફી લાગશે નહીં. તે ઉપરાંત સરકાર એવી યોજના અંગે વિચારણા કરી રહી છે કે એન્ડ્રોઇડ ફોનમાં તેની એપ્સને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજીયાત બનાવી શકાય.
તાજેતરમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ગુગલના ઘણા વિવાદો સામે આવ્યા છે. ગુગલે ભારતીય એપ Paytm બાદ હવે ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર કંપની ઝોમાટો અને સ્વિગીને નોટિસ મોકલી છે. તેમની ઉપર એવો આરોપ મૂક્યો છે કે ઝોમાટો અને સ્વિગી પ્લે સ્ટોરની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરી રહી છે. ગુગલે આ બંને કંપનીઓને નોટિસ મોકલીને તેમના ગેમિંગ ફિચર્સ અંગે આપત્તિ વ્યક્ત કરી છે.
ગૂગલે થોડાક સમય પહેલા પોતાના પ્લેટફોર્મ પરથી ભારતીય ડિજીટલ પેમેન્ટ એપ Paytmને હટાવી દીધી હતી. ગૂગલે એવો આરોપ મૂક્યો હતો કે Paytm પોતાના પ્લેટફોર્મ પર રમતની સટ્ટાકીય પ્રવૃત્તિઓના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. અલબત્ત થોડાક કલાક બાદ જ પેટીએમને પ્લો સ્ટોરમાં ફરી રિ-સ્ટોર કરી દેવામાં આવી હતી.
(સંકેત)