- IIT મુંબઇએ શરીરનું મેટાબોલિઝમ મોનિટર કરવા બનાવ્યું સેન્સર
- એક બેન્ડેજના સ્વરૂપમાં આ સેન્સરોને કોઇપણ ગારમેન્ટમાં લગાડી શકાય છે
- શોધકર્તાઓએ કાર્બન કોટેડ પોલીસ્ટર થ્રેડનો ઉપયોગ કરીને ત્રણ પ્રકારના સેન્સરનું નિર્માણ કર્યુ છે
નવી દિલ્હી: જે વ્યક્તિનું મેટાબોલિઝમ જેટલું સર્વોત્તમ હોય છે તે વ્યક્તિ તેટલો જ વધુ ઉર્જાવાન અને ક્રિયાશીલ હોય છે. મેટાબોલિઝમ જેટલું બહેતર હશે, વ્યક્તિ તેટલો જ નિરોગી હશે. કોઇપણ ચિકિત્સક, લોહી, યૂરિન, પરસેવો તેમજ લાળના ટેસ્ટ મારફતે આ મોલીક્યૂલના કંસનટ્રેશનને માપે છે. હવે આપના મેટાબોલિઝમને મોનિટર કરવા માટે IIT મુંબઇએ એક સેન્સર બનાવ્યું છે, જે તમારા પરસેવાથી મેટાબોલિઝમને મોનિટર કરશે. એક બેન્ડેજના સ્વરૂપમાં આ સેન્સરોને કોઇપણ ગારમેન્ટમાં લગાડી શકાય છે. IIT મુંબઇએ અમેરિકાની ટફ્ટ યુનિવર્સિટી સાથે સંયુક્તપણે આ અધ્યયન હાથ ધર્યું છે.
ટફ્ટ યૂનિવર્સિટીના પ્રોફેસર સમીર સોનકુસલે અનુસાર પરસેવાનું મોનિટરિંગ કરવાથી આપના સ્વાસ્થ્ય વિશે અનેક વસ્તુઓ જાણવા મળે છે. પરસેવામાં રહેલ આયર્ન આપના શરીરના મેટાબોલિક સ્ટેટનો સંપૂર્ણ ચિતાર આપે છે. ઉદાહરણ તરીકે તમારા શરીરમાં ઓછા સોડિયમ ડિહાઇડ્રેશન વિશે તે જણાવે છે. પ્રોટીન ડાઇજેશન, લીવર ફંકશન તેમજ ઓક્સિજનના સ્તરને પણ તે બતાવે છે. શોધકર્તાઓએ કાર્બન કોટેડ પોલીસ્ટર થ્રેડનો ઉપયોગ કરીને ત્રણ પ્રકારના સેન્સરનું નિર્માણ કર્યુ છે. તે સોડિયમ આયન તેમજ અમોનિયમ આયનનું સ્તર બતાવે છે. સાથે જ કાર્બન કોટેડ સ્ટેનલેસ સ્ટીલ પીએચના સ્તર વિશે પણ જાણકારી આપે છે. તે ઉપરાંત પોલિસ્ટર થ્રેડ લેક્ટેટના વિશે બતાવે છે.
આ અંગે IIT મુંબઇના પ્રોફેસર મરયમે કહ્યું હતુ કે આ બેંન્ડેજની કિંમત સૌને પરવડે તેવી છે. જેને એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી શકાય છે. ઇલેટ્રોનિક મોડ્યૂલનો બીજી વાર ઉપયોગ થઇ શકે છે. આ સેન્સર બાયોડિગ્રેડેબલ છે.
આપણે જે ભોજન આરોગીએ છીએ તેને એનર્જીમાં બદલવાનું જ મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા કહેવાય છે. માનવ શરીરને પોતાના દેરક કાર્યો સંપન્ન કરવા જેમ કે ભોજનનું પાચન, રક્તનું ભ્રમણ, શ્વસન, હોર્મોનલ સંતુલન જેવા કાર્યોમાં ઉચિત માત્રામાં ઉર્જાની આવશ્યકતા રહે છે. જે તેને ભોજનથી મળે છે. આ ઉર્જા વ્યક્તિને મેટાબોલિઝમથી મળે છે. અર્થાત્ જેટલું મેટાબોલિઝમ સારું હશે, તમે એટલા જ ઉર્જાવાન અને સક્રિય રહેશો.
(સંકેત)