Site icon Revoi.in

ભારતમાં દર સપ્તાહે દરેક એકમમાં 213 જેટલા રેન્સમવેરના હુમલા થાય છે: રિસર્ચ

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેની સાથોસાથ રેન્સમવેર જેવા વાયરસનું જોખમ પણ સતત વધી રહ્યું છે. ઇન્ટરનેટમાં સૌથી વધુ ભયજનક જો કોઇ પાસું હોય તો તે રેન્સમવેરનું કહી શકાય. એક અહેવાલ અનુસાર ભારતમાં દરેક એકમ દર સપ્તાહે ઓછામાં ઓછા 213 રેન્સમવેર હુમલાનું ભોગ બની રહ્યું છે. ભારત સૌથી વધુ રેન્સમેવર એટેકની યાદીમાં ટોચ પર છે.

ચેક પોઇન્ટના રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2021માં રેન્સમવેર હુમલામાં 102 ટકાનો વધારો થયો છે. તેના આંકડાઓ દર્શાવે છે કે ભારત રેન્સમવેરથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ભારતમાં પ્રતિ સંગઠન દીઠ સાપ્તાહિક ધોરણે 213 રેન્સમવેર એટેક થાય છે, જેમાં વર્ષના પ્રારંભથી 17 ટકાનો વધારો થયો છે.

રેન્સમવેર હુમલામાં ફોન અને બીજા ડિવાઇસીસ પર મેલવેર મોકલવાનો સમાવેશ થાય છે. તેના લીધે તમારા ડિવાઇસીસ અને સર્વરો પર અસર પડે છે. તેના માટે તમારે તમારા ડિવાઇસને લોક રાખવુ પડે છે, જેથી તમારી ફાઇલ્સ અને ડેટા બીજા એક્સેસ ન કરી શકે. આ સમયે હુમલાખોર તમારી ફાઇલ્સનું ફરીથી એક્સેસ મેળવવાના બદલામાં રેન્સમની માંગ કરે છે, જેના બીજા શબ્દોમાં ખંડણી જ કહી શકાય.

રેન્સમવેરનો ભોગ બનેલા અન્ય દેશોની યાદી

દેશ સાપ્તાહિક હુમલાની સંખ્યા

આર્જેન્ટિના      104

ચિલી            103

ફ્રાન્સ            61

તાઇવાન        50

સિંગાપુર         48

બેલ્જિયમ       46

નેપાળ          37

કેનેડા            31

અમેરિકા         29

અહેવાલ સૂચવે છે કે આ વર્ષે માર્ચમાં રેન્સમવેર હુમલામાં વષ 2021ના પ્રારંભથી 57 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં જ અમેરિકાની સૌથી મોટી ઓઇલ કંપની કોલોનિયલ પાઇપલાઇન પણ આ જ પ્રકારના હુમલાનો ભોગ બની હતી અને 2020માં રેન્મસવેરના લીધે સમગ્ર વિશ્વના ઉદ્યોગોને 20 અબજનો ફટકો પડયો હતો અને આ આંકડો 2019ના આંકડા કરતાં લગભગ 75 ટકા વધારે છે.

નોંધનીય છે કે એપ્રિલથી દર સપ્તાહે લગભગ હજારથી વધારે સંગઠનો રેન્સમવેરનો ભોગ બન્યા છે. 2021ના સમયગાળામાં હુમલાનો ભોગ બનનારૂં એકમ પહેલી વખત જ ભોગ બન્યું હોય તેમા 21 ટકાનો વધારો થયો છે અને એપ્રિલથી તેમા સાત ટકાનો વધારો થયો છે.