Site icon Revoi.in

હવે નહીં જોવા મળે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર, માઇક્રોસોફ્ટે કરી આવી જાહેરાત

Social Share

નવી દિલ્હી: જે લોકો વર્ષ 2000ની આસપાસ કોમ્પ્ટરનો ઉપયોગ કર્યો છે તે સૌ કોઇ માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરથી પરિચિત જ હશે. જો કે સમયની સાથોસાથ બદલાતી ટેક્નોલોજી વચ્ચે હવે આ વર્ષે હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર વિદાય લેશે. 26 વર્ષ સુધી સેવા આપ્યા બાદ આ બ્રાઉઝરને નિવૃત્ત કરવાની જાહેરાત માઇક્રોસોફ્ટ કરી છે. હાલના તમામ બ્રાઉઝરની તુલનામાં ઇન્ટરનેટ એક્સપ્લોરર વડીલ સમાન કહી શકાય. વર્ષ 2022ના જૂન મહિનાથી તેનું કન્ઝ્યુમર વર્ઝન વિન્ડોઝ 10માં નહીં જોવા મળે.

છેલ્લા ઘણા સમયધથી માઇક્રોસોફ્ટ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર મંદ ગતિનું ધક્કા ગાડી જેવું થયું હતું. અનેકવાર તેને અપડેટ કરાયુ હતું. વર્ષ 2019માં સલામતીના કારણોસર તેના માટે ઇમરજન્સી પેચ જારી કરવા પડ્યા હતા. જો કે, નવાઇની વાત એ છે કે આજના સમયમાં પણ 8 ટકા લોકો આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. તેના સ્થાને હવે માઇક્રોસોફ્ટ એજ લાવવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવી દરેક સુવિધા ઉપલબ્ધ છે.

કેટલીક ખૂબ જૂની અને મહત્વની વેબસાઈટ, ઈન્ટરનેટ કંપની- વેબ બેસેડ ટૂલ્સ જૂની વેબ ટેકનોલોજીના તર્જ પર બનેલ છે. આવી વેબસાઈટ કે ટૂલ્સને પ્રોસેસ કરવા આધુનિક બ્રાઉઝરને મુશ્કેલી પડે છે. બ્લોગમાં માઈક્રોસોફ્ટ એજના પ્રોગ્રામ મેનેજર સીન લિન્ડરસેએ લખ્યું છે કે, નવું બ્રાઉઝર વધુ ઝડપી, વધુ સુરક્ષિત છે. તે વધુ સારો બ્રાઉઝિંગ એક્સપિરિયન્સ આપશે. આ સાથે તે જૂની એપ્લિકેશનને હેન્ડલ કરવા પણ સક્ષમ છે.

વર્ષ 2000થી 2005 દરમિયાન ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર એક રાજા સમાન હતું. તેની પાસે 90 ટકા જેટલો તોતિંગ માર્કેટ શેર હતો.

ગૂગલ ક્રોમ બ્રાઉઝર

આજે ગૂગલ ક્રોમ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર છે. વર્ષ 2013માં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અન્ય વૈકલ્પિક બ્રાઉઝરને પ્રમોટ કરવામાં ના આવતા માઇક્રોસોફ્ટને 561 મિલિયન યુરોનો દંડ થયો હતો. અગાઉ 2010માં માઈક્રોસોફ્ટે બ્રાઉઝર ચોઇસનો વિકલ્પ આપ્યો હતો.