Site icon Revoi.in

વાઇ-ફાઇ કરતાં 100 ગણી વધુ સ્પીડમાં ચાલશે લાઇ-ફાઇ, આ છે તેનો ફાયદો

Social Share

અમદાવાદ: ઇન્ટરનેટના આ યુગમાં દરેક વસ્તુ આંગળીના ટેરવે મળી જાય છે અને તેમાં પણ વાઇ-ફાઇ ટેક્નોલોજીએ દરેક કામને વધુ સરળ કરી દીધું છે. કોઇપણ મોબાઇલ ફોન કે લેપટોપ કેબલ કનેક્શન વગર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જાય છે. આ વાત હતી અત્યારસુધીની ટેક્નોલોજીની. હવે ટૂંક સમયમાં આવી રહ્યું છે Li-Fi. ટૂંક સમયમાં લાઇફાઇ ટેક્નોલોજીથી ઇન્ટરનેટ ચાલશે. તો ચાલો તેના વિશે વધુ જાણીએ.

લાઇફાઇનું સંપૂર્ણ નામ લાઇટ ફિડેલિટી છે. લાઇફાઇ ટેક્નોલોજી વાઇફાઇ પછીની લેટેસ્ટ ટેક્નોલોજી છે જે કનેક્ટિવિટીમાં વાઇફાઇ કરતાં 100 ગણી વધુ ઝડપી છે. લાઇફાઇ એલઇડી બલ્બથી કામ કરે છે. લાઇફાઇ ટેક્નોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા એલઇડી બલ્બ હાઇસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઇ પણ બ્રોડબેન્ડ કે પછી વાઇ-ફાઇની જરૂર નહીં પડે. આ ટેક્નોલોજીને ગ્રીન ટેક્નોલોજી પણ કહે છે.

દરેક ઘરમાં એલઇડી લાઇટ હોય છે. લાઇફાઇના ઉપયોગ દરમિયાન એલઇડી લાઇટ એક હોટસ્પોટ ડિવાઇઝ બની જશે, અને ત્યારપછી કોઇપણ મશીન સાથે કનેક્ટ કરી શકાશે. હોસ્પિટલની વાત કરીએ તો કોરોના વોર્ડમાં દર્દીઓના વેન્ટિલેટરનો ડેટા, પલ્સ, તાપમાન, ડેટા સહિતની માહિતી મોનીટર આઇસોલેશન વોર્ડમાં ગયા વગર જ તેનો ડેટા લાઇટના માધ્યમથી એક ઇન્સ્ટ્રુમેન્ટથી બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓટોમેટિક સેન્ડ થઇ જાય છે.

Wi-Fi ટેકનોલોજી રેડિયો ફ્રીક્વન્સી પર કામ કરે છે. જ્યારે Li-Fi ટેકનોલોજી LED બલ્બની લાઈટ પર કામ કરે છે. Li-Fiના ઉપયોગ દરમિયાન LED લાઈટ એક હોટસ્પોટ ડિવાઈસ બની જશે, અને ત્યારપછી કોઈ પણ મશીન સાથે કનેક્ટર કરી શકાશે. પરંતુ મહત્વનું એ છે કે Li-Fi ટેકનોલોજી ખુબ જ આધૂનિક અને Wi-Fi કરતા ઝડપી છે.

સૂત્રો મુજબ સરકાર આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરી રહી છે. અને ટેસ્ટિંગ પછી તેને ઉપયોગમાં લેવામાં આવશે. હાલ IT વિભાગ Li-Fi ટેકનોલોજી પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે જેમાં 10 gbps સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરવા led બલ્બ અને લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંકેત)