- મોબાઇલની બેટરીની આવરદાને આ રીતે વધારી શકાય છે
- અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે બેટરી બ્લાસ્ટ થતા બચાવી શકો છો
નવી દિલ્હી: ઘણી વાર મોબાઇલ ફાટવાના કિસ્સા બનતા હોય છે. મોબાઇલની બેટરી ફાટવાનું એક કારણ મોબાઇલના ઉપયોગનો અતિરેક પણ છે. ડિવાઇઝનો વધુ ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. ફોન ચાર્જ કરવાની સાથોસાથ આપણે કેટલીક ભૂલ પણ કરતા હોય છે જેને કારણે પણ ફોન બ્લાસ્ટ થયા છે અથવા બેટરી લાઇફ ઓછી થઇ જાય છે.
અહીંયા આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે મોબાઇલ બેટરીની આવરદાને વધારી શકો છો
- સ્માર્ટફોનને ક્યારે પણ ઓશિકા નીચે રાખીને સુવુ નહીં. મોબાઇલને ઓશિકા નીચે રાખવાથી મોબાઇલનું તાપમાન વધે છે અને બેટરી પણ દબાણ આવે છે. જે બાદ ઓવરહીટિંગને કારણે બ્લાસ્ટ થવાનો ભય રહે છે.
- ક્યારે પર કારના ચાર્જથી મોબાઇલ ચાર્જ ના કરવો જોઇએ. તેનાથી બેટરીની આવરદા ઘટે છે. ફોનને ચાર્જ કરવા માટે બને તો પાવર બેંકનો ઉપયોગ કરવો.
- મોબાઇલની બેટરી વધારવા માટે ડુપ્લીકેટ ચાર્જર કે એડપટરનો ઉપયોગ ટાળવો જોઇએ. ડુપ્લીકેટ ચાર્જર કે એડપટરનો ઉપયોગ કરવાથી ચાર્જિંગ પોઇન્ટ અને બેટરી લાઇફ ખરાબ થઇ શકે છે. હંમેશા ઓરીજીનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો.
- જો તમારો ફોન ગરમ થવા લાગે તો તરત જ ફોનનો ઉપયોગ ટાળો. આમ કરવાથી સ્માર્ટફોનનું તાપમાન ફરીથી નોર્મલ થઇ જશે.
- જ્યારે પણ બેટરી બદલવાની આવશ્યકતા લાગે ત્યારે ડુપ્લિકેટ રિપ્લસમેન્ટ બેટરી ખરીદશો નહીં. ઓરીજીનલ બેટરીને જ હંમેશા પ્રધાન્ય આપો.
- ક્યારેય પણ આખી રાત ફોન ચાર્જમાં ના રાખો. આનાથી ફોન વધારે ગરમ થઇ શકે છે અને બ્લાસ્ટ થવાના ચાન્સ વધી જાય છે.