Site icon Revoi.in

ડાર્ક વેબ પર 11 કરોડ યૂઝર્સનો ડેટા વેચાઇ રહ્યો છે: સાઇબર રિસર્ચરનો દાવો

Social Share

નવી દિલ્હી: જો તમે પણ મોબાઇલથી ટ્રાન્ઝેક્શન કરવાને પ્રાધાન્ય આપતા હોય તો હવે ચેતી જજો. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખ રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ એન્ડરસને ચોંકાવનારો દાવો કર્યો છે. આ દાવા અનુસાર 11 કરોડ ભારતીયોના પર્સનલ ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. આ ડેટા એક પેમેન્ટ એપનો ઉપયોગ કરનારા યૂઝર્સના છે. જો કે કંપનીએ ડેટા લીકના દાવાઓ ફગાવી દીધા છે.

હેકર ગ્રૂપે લીક કરાયેલા ડેટાને 26 માર્ચથી ઓનલાઇન વેચાઇ રહ્યા છે. હેકર ગ્રૂપની એક પોસ્ટ અનુસાર ડેટા 1.5 બિટકોઇન (લગભગ 63 લાખ રૂપિયા)માં વેચવામાં આવી રહ્યો છે. ડાર્ક વેબ પર શેર કરાયેલા આ ડેટાની સાઇટ લગભગ 350 જીબી છે. આ પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકથી લીક થયો છે.

બીજી તરફ મોબિક્વિકે પોતાના બ્લોગમાં દાવો ફગાવતા કહ્યું કે કેટલાક યૂઝર્સે જણાવ્યું કે તેમનો ડેટા ડાર્ક વેબ પર છે. યૂઝર્સ અનેક પ્લેટફોર્મ પર પોતાનો ડેટા શેર કરે છે. આવામાં એ કહેવું ખોટું છે કે તેમનો ડેટા અમારાથી લીક થયો છે. એપથી લેવડદેવડ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ઓટીપી બેઝ્ડ છે.

‘આ મામલો પહેલીવાર ગત મહિને રિપોર્ટ કરવામાં આવ્યો હતો તો કંપનીએ બહારના સુરક્ષા વિશેષજ્ઞોની મદદથી સંપૂર્ણ તપાસ કરી. કોઈ વાયોલેશનનો પુરાવો મળ્યો નથી. કંપની સંપૂર્ણ રીતે સાવધાની સાથે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે છે.’

જે ડેટાને સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમાંથી 9.9 કરોડ મેલ, ફોન પાસવર્ડ્સ, એડ્રેસ અને ઇન્સ્ટોલ્ડ એપ ડેટા, આઇપી એડ્રેસ અને જીપીએસ લોકેશન જેવો ડેટા સામેલ છે. આ બધા ઉપરાંત તેમાં પાસપોર્ટ ડિટેલ્સ, પેનકાર્ડ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર પણ સામેલ છે.

(સંકેત)