1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપમાં આ સ્ટેપ્સ ફોલો કરીને બનાવો નોટ્સ
વોટ્સએપમાં આ સ્ટેપ્સ ફોલો કરીને બનાવો નોટ્સ

વોટ્સએપમાં આ સ્ટેપ્સ ફોલો કરીને બનાવો નોટ્સ

0
Social Share
  • વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક ફીચર્સ
  • વોટ્સએપમાં તમે નોટ્સ પણ બનાવી શકો છો
  • અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે નોટ બનાવી શકો છો

નવી દિલ્હી: વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ યૂઝર્સને અનેક ફીચર્સ આપે છે. તેમાં વધુ એક ફિચર પોતાના માટે નોટ બનાવવાનું છે. કંપની તરફથી જો કે આ ફીચરની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. આ ફીચર અન્ય મેસેજિંગ એપમાં પણ ઉપલબ્ધ છે. આ ફીચરથી તમે જાતે જ નોટ બનાવી શકો છો.

વોટ્સએપથી તમે ઓડિયો, વીડિયો, નોટ્સ, ફોટો એમ કોઇપણ ફોર્મેટમાં મેસેજ અન્ય યૂઝર્સને મોકલી શકો છો. નોટમાં તમે કોઇપણ આવશ્યક વાત લખી શકો છો. આ ફીચર વોટ્સએપ તરફથી અધિકૃત રીતે જાહેર કરાયું નથી. વોટ્સએપ પર તમે નોટ બનાવી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌપ્રથમ વોટ્સએપમાં નોટ સેન્ડ કરવા માટે તમારે તમારા ફોન અથવા પીસીમાં કોઇ બ્રાઉઝર ઑપન કરવું પડશે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં wa.me// અને તમારો મોબાઈલ નંબર નાખવો પડશે. મોબાઇલ નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં હોય તે આવશ્યક છે. એટલે જ તમે ભારતમાં છો તો આગળ +91 લગાડવું જરૂરી છે.

ઉદાહરણ તરીકે તમારે એડ્રેસ બારમાં wa.me//91xxxxxxxxxx લખવું પડશે. ત્યારબાદ એક પ્રોમ્પ્ટ આવશે. આ પ્રોમ્પ્ટમાં WHATSAPP ઓપન કરવા માટે કહેવામાં આવશે. આમાં તમારા ચેટ પણ ઓપન થશે. તમારું પ્રોફાઈલ પિક્ચર પણ ચેટમાં દેખાશે. ત્યારબાદ હવે તમે કોઈ પણ યુઝરને મેસેજ મોકલી શકો છો. આ ફિચરમાં તમે કોઈ પણ નોટ પણ મોકલી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code