Site icon Revoi.in

યુટ્યુબ યૂઝર્સ હવે યુટ્યુબ વીડિયોથી વસ્તુ ખરીદી શકશે, ફીચર પર ટેસ્ટિંગ ચાલુ

Social Share

કેલિફોર્નિયા: વિશ્વભરના યૂઝર્સનું સૌથી મનપસંદ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ ગણાય છે. યુટ્યુબ હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવું ફીચર યૂઝરને સીધા જ વીડિયોથી તે પ્રોડક્ટને ખરીદવાની મંજૂરી આપશે જે તે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે. વ્યૂઅર્સ યુટ્યુબ વીડિયોમાં દેખાઇ રહેલ પ્રોડક્ટ શોધી અને ખરીદી શકશે. વર્તમાનમાં આ ફીચરનું ટેસ્ટિંગ અમેરિકામાં એન્ડ્રોઇડ, આઇઓએસ તેમજ વેબ પર લિમિટેડ યૂઝર્સ સાથે કરવામાં આવી રહ્યું છે.

ક્રિએટર જે ટેસ્ટિંગનો હિસ્સો છે તે પોતાના વીડિયોમાં અમુક વસ્તુ ઉમેરી શકે છે જે શોપિંગ બેગ આઇકોનના માધ્યમથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે.

કંપનીએ ગૂગલ સપોર્ટ પેક પર ટેસ્ટ કરવામાં આવેલા આ નવા ફીચરની માહિતી શેર કરી હતી. કંપનીનું કહેવું છે કે આ ફીચર્સથી વ્યૂઅર્સને વીડિયોમાં દેખાઇ રહેલ પ્રોડક્ટની માહિતી અને તેને ખરીદવાનો વિકલ્પ મળશે. યુટ્યુબ અનુસાર હાલમાં આ આઇલટ પ્રોજેક્ટ પર પસંદગીના ક્રિએટર સાથે કામ કરી રહ્યું છે.

દર્શકો શોપિંગ બેગ આયકન પર ક્લિક કરીને પસંદ કરેલા પ્રોડક્ટની લિસ્ટ જોઈ શકશે. જે વિડિઓના નીચે ડાબા ખૂણામાં દેખાશે.હીટી જ તેઓ પ્રોડક્ટ વિશેની વધુ માહિતી માટે લિંક પણ મેળવી શકશે.યુટ્યુબે ક્રિએટર્સને વિડિઓમાં બતાવવામાં આવેલ પ્રોડક્ટને ટેગ અને ટ્રેક કરવા માટે યુટ્યુબ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

(સંકેત)