Site icon Revoi.in

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

Social Share

નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે લોકો સુધી પહોંચીને તેઓને છેતરી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દિલ્હી પોલીસ અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા તેનાથી સાવધ રહેવાને લઇને એડવાઇઝરી જારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જો કોઇ વેબપોર્ટલ કે એપ કોરોનાની વેક્સિન માટે SMSથી સામે ચાલીને તમારો સંપર્ક કરે તો તેનાથી ચેતવું જરૂરી છે. તેમણે આઠ વેબ-પોર્ટલ્સ-એપ્સની યાદી પણ જાહેર કરી છે.

દેશમાં કોરોના વેક્સિનેશન માટેનું રજીસ્ટ્રેશન માત્રને માત્ર સરકારની અધિકૃત વેબસાઇટ કોવિન અને એપ આરોગ્યસેતુ મારફતે જ થાય છે તેમ છતાં વેક્સિન લેવા ઉત્સુક લોકોને કેટલાક લેભાગૂઓ છેતરી રહ્યા છે.

જો તમને અજાણ્યા નંબર પરથી એસએમએસ આવે કે, રસી માટે રજિસ્ટ્રેશન કરવા આ એપીકે ફાઈલ તમારા એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરો તો ચેતી જજો. કારણ કે આ એસએમએસ નકલી વેબપોર્ટલ કે એપ તરફથી આવેલો હોય છે. જે તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે.

દિલ્હી પોલીસ અને આઇસીઈઆરટીએ જણાવ્યું છે કે, આ એસએમએસમાં જોખમી એપ્સની લીંક હોય છે. જે તમારી એન્ડ્રોઈડ ડિવાઈસને નુકસાન કરી શકે છે, સાથે સાથે એન્ડ્રોઈડમાં રહેલા અન્ય કોન્ટેક્ટ સુધી પણ પહોંચી શકે છે.

આ એપ્સ ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

https://app.preprod.co-vin.in/login

https://selfregistration.preprod.co-vin.in

https://selfregistration.sit.co-vin.in

http://tiny.cc/COVID-VACCINE

Vaci__Regis.apk

MyVaccin_v2.apk

Cov-Regis.apk

Vccin-Apply.apk