Site icon Revoi.in

હવે રેવન-એક્સ નામના ડ્રોનનો ઉપયોગ ઉપગ્રહો લૉન્ચ કરવા માટે થશે

Social Share

કેલિફોર્નિયા: સાંપ્રત સમયમાં પાઇલટ રહીત ડ્રોન વિમાનોનો ઉપયોગ અને વ્યાપ સતત વધી રહ્યો છે. હવે સંરક્ષણ ક્ષેત્રથી માંડીને પ્રોડક્ટ ડિલીવરી સુધી ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે હવે અમેરિકી કંપની એવમે જગતનું સૌથી મોટું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોનને રેવન-એક્સ નામ અપાયું છે અને તેનો ઉપયોગ સેટેલાઇટ લોન્ચિંગ માટે પણ કરી શકાશે.

હાલમાં સેટેલાઇટ લોન્ચિંગનું માર્કેટ સતત મોટું થઇ રહ્યું છે. તેના માર્કેટમાં આ સાથે આ નવી કંપનીનો પ્રવેશ થયો છે. આ ડ્રોનની નીચે રોકેટ ફીટ થશે અને તેમાં ઉપગ્રહ ફીટ થશે. આ ડ્રોનની લંબાઇ 80 ફીટ, ઊંચાઇ 18 ફીટ છે. એવમે તેના સંચાલન માટે ખાસ સોફ્ટવેર તૈયાર કર્યો છે.

ઉપગ્રહો લોન્ચ કરવા માટે નાસા-ઈસરો જેવી સરકારી સંસ્થાઓ ઉપરાંત ઈલોન મસ્કની સ્પેસ-એક્સ જેવી ખાનગી કંપનીઓ પણ મેદાનમાં છે. હવે વધુ કંપનીઓની જરૂર પડવાની છે. એવમ તેમાં મજબૂત હરિફાઈ પુરી પાડશે. કેમ કે સ્પેસ-એક્સ કરતાં સસ્તા ભાડે એવમ સેટેલાઈટ લૉન્ચ કરી આપશે.

કંપનીના દાવા પ્રમાણે અત્યારે જ તેને 1 અબજ સુધીના લૉન્ચિંગ કોન્ટ્રાક્ટ તો મળી ગયા છે. એમાં અમેરિકી સરકારે સ્થાપેલી સ્પેસ કમાન્ડ ફોર્સના કેટલાક ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે જ લૉન્ચિંગ શરૂ કરવામાં આવશે. ડ્રોન અમુક ઊંચાઈ સુધી જઈને રોકેટ ફાયર કરશે, જે ઉપગ્રહ લઈને વધારે ઊંચે જશે.

એવમ લો અર્થ ઓર્બિટ (160થી 1000 કિલોમીટર સુધી) સુધી જ સેટેલાઈટ લૉન્ચ કરી શકશે. એવમના સીઈઓ જેક સ્કાયલસે દાવો કર્યો હતો કે ડ્રોનની 70 ટકા સામગરી રિયુઝેબલ છે.

(સંકેત)