- વ્હોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ ધીમે ધીમે યૂઝર્સમાં લોકપ્રિય બની રહી છે
- ટેલિગ્રામ એપ્લિકેશન વર્ષ 2021માં તેની પેઇડ સર્વિસ શરૂ કરશે
- આ એપ્લિકેશન પર વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) સક્રિય યૂઝર્સ છે
નવી દિલ્હી: વ્હોટ્સએપ જેવી જ અન્ય સોશિયલ મેસેજિંગ એપ ટેલિગ્રામ પણ યૂઝર્સમાં તેમાં મળતા ફ્રી કોન્ટેન્ટ માટે ખૂબજ પોપ્યુલર બની રહી છે અને દિવસે દિવસે તેની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે હવે રેવેન્યૂ જનરેટ કરવા માટે ટેલિગ્રામ એપ્લિકેશન વર્ષ 2021માં તેની પેઇડ સર્વિસ શરૂ કરશે. કંપનીના સ્થાપક અને સીઇઓ પાવેલ ડુરોવે કહ્યું કે, બિઝનેસ ચલાવવા માટે તેમને 2021માં આવકનું સર્જન કરવાની આવશ્યકતા રહેશે. આપને જણાવી દઇએ કે આ એપ્લિકેશન પર વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) સક્રિય યૂઝર્સ છે.
કંપનીના પ્લાન અંગે જણાવતા પાવેલ ડુરોવે કહ્યું હતું કે, ટેલિગ્રામ આવતા વર્ષથી રેવેન્યૂ જનરેટ કરશે. અમે 7 વર્ષ દરમિયાન આપેલા મૂલ્ય અનુસાર આ કરીશું. મોટાભાગના યૂઝર્સ પણ આ પરિવર્તનની નોંધ નહીં લે. એપ્લિકેશનના ફ્રી ફીચર્સ પછી પણ ફ્રી જ રહેશે. તેના પર કોઇ વધારાના ચાર્જની વસૂલાત નહીં કરાય. કંપની એપમાં કેટલાક નવા ફીચર્સ એડ કરશે જે બિઝનેસ ટીમ અને પાવર યૂઝર્સ માટે હશે. તેમાંથી કેટલાક ફીચર્સ પ્રીમિયમ હશે જેના માટે યૂઝર્સે પેમેન્ટ કરવું પડશે.
વન ઓન વન ચેટ્સ એડ ફ્રી રહેશે. ટેલિગ્રામ એ પ્રાઇવસી ફોકસ્ડ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જે હાલમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
ટેલિગ્રામ એપ્લિકેશન મોટે ભાગે વપરાશકર્તાઓ મૂવીઝ ડાઉનલોડ કરવા અને વેબ સિરીઝ માટે ઉપયોગમાં લે છે. વિડિયોઝ અહીં કોઈ એડ વિના ડાઉનલોડ થઈ જાય છે. આ ટૂલ ભારતમાં લોકપ્રિય થવાનું એક મોટું કારણ પણ છે.
(સંકેત)