Site icon Revoi.in

ટ્વિટરના CEOની પ્રથમ ટ્વિટ 29 લાખ ડૉલરમાં વેચાઇ

Social Share

નવી દિલ્હી: ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ 15 વર્ષ પહેલા ટ્વિટરની શરૂઆત કરી હતી. વર્ષ 2006ની 21મી માર્ચે તેમણે પ્રથમ ટ્વિટ કરી હતી, જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર. એ ટ્વિટ હવે ડિજીટલ વર્લ્ડમાં મહત્વની ગણવામાં આવે છે. આ જ કારણોસર તેની હરાજી કરવામાં આવી હતી. મલેશિયાના ઉદ્યોગપતિ સિના ઇસ્ટાવીએ ટ્વિટ હરાજમાં 29 લાખ ડોલરમાં ખરીદી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર જેણે આ ટ્વિટ ખરીદી એ મલેશિયન ઉદ્યોગપતિ ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં સક્રિય છે. તેણે ટ્વિટની ખીદી માટે પણ ક્રિપ્ટોકરન્સી ઇથરનો ઉપયોગ કર્યો હતો. જો કે આ ખરીદ-વેચાણ પ્રતિકાત્મક પ્રક્રિયા હતી. કેમ કે ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ ટ્વિટ વેચી એટલે કોઇ ભૌતિક વસ્તનું વેચાણ થયું નથી. પરંતુ પ્રથમ ટ્વિટ થઇ એ વેબ પેજની માલિકી તેમની પાસે રહેશે.

જેક ડોર્સીએ ટ્વીટ વેચાણથી મળેલી આ રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. આફ્રિકા રિસ્પોન્સ ફંડ નામના આફ્રિકન દેશો માટે કામ કરતા સંગઠનને આ રકમ આપી દેવાઈ હતી. વિવિધ સોશિયલ મીડિયા સાઈટ્સ વચ્ચે ટ્વિટર એ સમાચાર તથા સત્તાવાર જાહેરાત માટે મહત્ત્વનું માધ્યમ છે. માટે દુનિયાભરમાં સત્તા પર બેઠેલા લોકો, સરકાર, સરકારી વિભાગો, સેલેબ્રિટી વગેરેમાં એ બહુ લોકપ્રિય છે.

(સંકેત)