Site icon Revoi.in

ટેક ન્યૂઝ: ગૂગલ પ્લે સ્ટોર પર આ રીતે મેળવી શકો છો રિફંડ, આ છે પ્રોસેસ

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર હાલમાં લાખોની સંખ્યામાં અનેકવિધ પ્રકારની એપ્સ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક ફ્રી છે તો કેટલીક એપ્સ યૂઝ કરવા માટે યૂઝર્સે પેમેન્ટ આપવું પડે છે. પૈસા આપ્યા વગર આ એપ્સને ડાઉનલોડ પણ કરી શકાતી નથી. ક્યારેક એવું બને છે કે યૂઝર્સ પેમેન્ટ કરીને એપ ડાઉનલોડ કરે તે બાદ પણ તે એપ્લિકેશન સમજી શકાતી નથી. આ કિસ્સામાં યૂઝર્સ તેને આપેલી રકમને રિફંડ તરીકે મેળવી શકે છે. જો કે આ પ્રકારની સ્થિતિમાં ગૂગલની પોલિસી ચેક કરવી અનિવાર્ય છે.

ગૂગલ તેની વેબસાઇટ પર રિફંડ પોલિસી આપે છે. જો રિફન્ડ ગૂગલ દ્વારા મંજૂર કરવામાં આવે તો સામાન્યપણે પૈસા ત્રણથી પાંચ દિવસમાં રિફંડ આવે છે. પરંતુ કેટલાક સંજોગોમાં, ખરીદેલી એપ્લિકેશન પાછી આપી શકાતી નથી. ક્યારેક અચાનક ખબર પડે છે કે કોઇ એપ માટે એક નિર્દિષ્ટ રકમ આપીને તેને ખરીદી છે. તે આપણાથી જાણે-અજાણે થાય છે અથવા તો ક્યારેક ખોટી ક્લિકથી થાય છે.

એપ્લિકેશન માટે પૈસા રિફંડ કરવાની મહત્તમ સીમા 48 કલાક છે, પરંતુ જો કોઇએ અજાણતાં તમારા કાર્ડ અથવા એકાઉન્ટમાંથી ખોટી ખરીદી કરી હોય, તો તે માટે તમે ગૂગલને 65 દિવસ માટે પૈસા પરત આપવા માટે કહી શકો છો. જો ડાઉનલોડ કર્યા પછી બે કલાકથી વધુ સમય પછી, એપ્લિકેશન પરત કરવી પડશે, તો તે માટે ઑનલાઇન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ગૂગલ એકાઉન્ટમાં લોગિન થયા પછી મળી જશે.

મહત્વનું છે કે, જો તમે તમારા ગૂગલ પ્લે સ્ટોરના એકાઉન્ટ પર જાઓ અને ઓર્ડર હિસ્ટ્રી જોશો, તો તમને તમારી ખરીદી વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. તમે જે એપ્લિકેશન પરત કરવા માંગો છો તેના પર લખેલા રિફંડ પર ક્લિક કરીને તમે પૈસા પરત મેળવવાનું શરૂ કરી શકો છો.

(સંકેત)