Site icon Revoi.in

કોરોના વેક્સિનને લઇને ભ્રામક જાણકારી ફેલાવતા ટ્વીટર એકાઉન્ટ્સ વિરુદ્વ Twitter કરશે કાર્યવાહી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાનનું દ્વિતીય ચરણ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કેટલાક લોકો હજુ પણ વેક્સિનને લઇને સોશિયલ મીડિયા પર ખોટી જાણકારીનો પ્રસાર કરી રહ્યા છે. આ પ્રકારની ખોટી જાણકારી ફેલાવતા ટ્વીટર હેન્ડલ વિરુદ્વ ટ્વીટરને કાર્યવાહી કરવાનું શરૂ કરતા આવી ટ્વીટ્સને લેબલ કરવાનું શરૂ કર્યું છે.

આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ભ્રામક જાણકારી ફેલાવતા ટ્વીટર હેન્ડલ વિરુદ્વ કંપની દ્વારા આ પ્રકારના એકાઉન્ટને દૂર કરવા માટે સ્ટ્રાઇક સિસ્ટમનો ઉપયોગ થઇ રહ્યો છે. કંપનીએ કહ્યું કે, તેઓએ આ માનવા માટે સમીક્ષકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે કે શું ટ્વીટ્સ કોવિડ વેક્સિન ખોટી સૂચના વિરુદ્વ તેઓની નીતિનું ઉલ્લંઘન કરે છે?

કોવિડ-19થી જોડાયેલા ભ્રામક સંદેશાઓ વિરુદ્વ ટ્વિટર પહેલા પણ મોટા પગલાં લઇ ચૂક્યું છે. ટ્વિટરે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોવિડથી સંબંધિત ખોટી સૂચનાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ટ્વીટરે જારી કરેલા એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, સ્ટ્રાઇક સિસ્ટમનો ઉપયોગ કરીને અમે લોકોને વધુ શિક્ષીત કરવાની આશા સેવી રહ્યા છે કારણ કે તેનાથી ખબર પડે કે કેટલીક સામગ્રી અમારા નિયમોનું કેવી રીતે ઉલ્લંઘન કરે છે. એટલે જે તેમની પાસે સાર્વજનિક વાતચીત પર તેઓના વ્યવહાર અને તેઓના પ્રભાવ પર વિચાર કરવાનો અવસર છે.

(સંકેત)