- નવી પ્રાઇવસી પોલિસી બાદ પણ વોટ્સએપનું વર્ચસ્વ યથાવત
- હજુ પણ લોકો વોટ્સએપને મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે
- સિગ્નલના રેન્કિંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે
નવી દિલ્હી: વોટ્સએપએ 4 જાન્યુઆરીના રોજ તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને ત્યારબાદ કંપનીને યૂઝર્સના રોષ અને નિરાશાનું ભોગ બનવું પડ્યું હતું અને સહન કરવાનો વારો આવ્યો હતો. અનેક યૂઝર્સે રાતોરાત વોટ્સએપ પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પર શિફ્ટ થયા હતા. ટેલિગ્રામના યૂઝર્સમાં રાતોરાત જોરદાર વધારો જોવા મળ્યો હતો.
પરંતુ હવે તાજેતરના જે ડેટા આવ્યા છે એ ચોંકાવનારા અને વિપરિત છે. હવે સિગ્નલ ડાઉનલોડ ધીમે ધીમે નીચે જઇ રહ્યું છે. 14 ફેબ્રુઆરીએ સિગ્નલની રેન્કિંગ 14 નંબર પર હતી, જ્યારે 15 ફેબ્રુઆરીએ આ રેન્કિંગ સીધા 23માં સ્થાને પહોંચી ગઇ હતી. પરંતુ તે દરમિયાન, ટેલિગ્રામ એકમાત્ર એપ્લિકેશન છે જે સતત વોટ્સએપને કડક સ્પર્ધા આપી રહી છે. BIPનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે તુર્કીના ટેલિકોમ ઓપરેટર તુર્કસેલ દ્વારા અધિકૃત છે.
કમ્યૂનિકેશન એપ રેંકિંગ્સમાં જો વાત કરીએ તો, આ એપ 11 જાન્યુઆરીએ 425માં નંબર પર હતી પરંતુ બીજા જ દિવસે તે 12માં નંબર પર પહોંચી ગઈ. 24 કલાકની અંદર આ એપ એ રેકોર્ડ બનાવ્યો. પરંતુ હવે ધીરે-ધીરે આ એપ પણ નીચે આવવા લાગી છે. જયાં તેની રેંકિંગ 15 ફેબ્રુઆરીએ 151 હતી તો 23 ફેબ્પુઆરીએ તે 224 નંબર પર પહોંચી ગઈ.
જ્યારે યૂઝર્સ એક તરફ અન્ય એપ્લિકેશનો અજમાવી રહ્યા છે, ત્યાં ઘણા યૂઝર્સઓ છે જે હજી પણ WhatsApp છોડવા માંગતા નથી કારણ કે તેઓને અન્ય એપ્લિકેશનોનો ઇન્ટરફેસ પસંદ નથી. જો કે, WhatsAppની પ્રાઈવસી પોલિસીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તે વ્યવસાયિક ખાતાઓ માટે છે. પોલિસી વિવાદ પછી પણ, WhatsAppને ભારતના 400 કરોડ વપરાશકારોને લીધે હજી સુધી કોઈ નુકસાન થયું નથી.
WhatsAppને મોનિટર કરનારી કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, યૂઝર્સે પ્રાઈવસી પોલિસી બાદ એપ તો છોડી દીધી પરંતુ હજુ એપને ફોનમાંથી હટાવી નથી. વ્હોટ્સએપ સામે સ્પર્ધા કરવા માટે એકમાત્ર ભારતીય એપ્લિકેશન પરિવર્તન કરનારી કંપની બંધ થઈ ગઈ છે.
(સંકેત)