1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપમાં છે આ રસપ્રદ 5 ફીચર્સ, આ રીતે કરો યૂઝ
વોટ્સએપમાં છે આ રસપ્રદ 5 ફીચર્સ, આ રીતે કરો યૂઝ

વોટ્સએપમાં છે આ રસપ્રદ 5 ફીચર્સ, આ રીતે કરો યૂઝ

0
Social Share
  • વોટ્સએપમાં ચેટિંગ ઉપરાંત છે અનેક રસપ્રદ ફીચર્સ
  • આ ફીચર્સનો તમે પણ કરી શકો છો ઉપયોગ
  • અહીંયા વાંચો એવા રસપ્રદ ફીચર્સ વિશે

નવી દિલ્હી: આજકાલ વોટ્સએપ આપણા જીવનનું એક અભિન્ન અંગ સમાન બની ચૂક્યું છે. ચેટિંગથી લઇને ટ્રાન્ઝેક્શન હોય કે પછી બિઝનેસને લગતી વાત હોય દરેક વસ્તુ વોટ્સએપ પર જ થાય છે. વોટ્સએપમાં નોર્મલ ચેટિંગ સિવાય પણ કેટલાક ખાસ ફીચર્સ પણ છે. જો કે જાણકારી ના હોવાથી યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નથી. તો ચાલો આજે આપને જણાવીશું વોટ્સએપના કેટલાક ખાસ ફીચર્સ વિશે.

નંબર સેવ કર્યા વગર પણ વોટ્સએપ મેસેજ આ રીતે મોકલો

તમારે વોટ્સએપ મેસેજ મોકલવા માટે નંબર સેવ કરવાની આવશ્યકતા નથી. આ માટે તમારે બ્રાઉઝર પર https://api.whatsapp.com/send?phone=XXXXXXXXXXX લિંકને પેસ્ટ કરવી પડશે. આ XXXની જગ્યાએ કોડ અને ફોન નંબર નાખવો ત્યાર પછી તમને +91XXXXXXXXXXX on WhatsApp નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી મેસેજ મોકલી શકાય છે.

આ રીતે છુપાવો તમારું Last Seen

ઘણીવાર લોકો કોઇ તેમને કામના કામે ખલેલ ના પહોંચાડે તે માટે વોટ્સએપનું Last Seen છૂપાડવા ઇચ્છતા હોય છે. વોટ્સએપમાં તે માટેનું ફીચર છે. જો તમે પણ ઇચ્છતા હોય કે તમારું લાસ્ટ સીન કોઇ ના જોઇ શકે તો, વોટ્સએપમાં રાઇડ સાઇડમાં ઉપર આપવામાં આવેલા ત્રણ ડોટ આઇકોન પર ટેપ કરો ત્યારપછી સેટિંગમાં જવું. એકાઉન્ટમાં જઇને પ્રાઇવસી પર ક્લિક કરો, લાસ્ટ સીન પર જઇને Everyone, My Contacts Nobody  પર ટેપ કરવું.

તમારું લાઇવ લોકેશન શેર કરો
WhatsApp માં કોઈની સાથે લોકેશન શેર કરવાનું મોટા ભાગના લોકો જાણે છે પરંતુ હજુ પણ મોટા ભાગના લોકો WhatsAppમાં Live Locationનો ઉપયોગ નથી કરતા. તમે કોઈને પણ લોકેશન બતાવવાની જગ્યાએ જાતે પણ ડાયરેક્શન બતાવી શકો છો આ માટે બીજા યૂઝર્સને પોતાનું Live Location શેર કરવાનું કહો પછી તેને Real Time લોકેશન બતાવી શકો છો.

કોઈને પણ Block કરી શકો છો
એવું નથી કે તમારા WhatsApp કોન્ટેક્ટમાં હોય તેટલા લોકો સાથે ચેટ કરવી જરૂરી છે. જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરવા નથી માગતા તો Blockનો ઓપ્શન છે. તમે તેના માટે તમે ચેટ વિન્ડોમાં સૌથી ઉપર ત્રણ ડોટ્સને દબાવવું. હવે અહીંયા તમને Moreનું ઓપ્શન મળશે જેના પર ક્લિક કરો. અહીં Block પર ક્લિક કરો.

આ રીતે વોટ્સએપ ફોન્ટ બદલો
તમે કેટલીક વાર WhatsApp પર બોલ્ડ અને ઈટાલિક ફોન્ટ જોયા હશે. પહેલી નજરમાં એવું લાગે છે કે કોઈ થર્ડ પાર્ટી એપની મદદથી WhatsApp પર આવા ફોન્ટ વપરાયા છે. આ બધા ફોન્ટ WhatsAppમાં જ છે. જો તમે કોઈને બોલ્ડમાં TEXT લખવા ઈચ્છો છો તો તમારે TEXTની આગળ-પાછળ * લગાવું પડશે. ઈટાલિક TEXT માટે આગળ-પાછળ_ લગાવવાનું રહેશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code