- વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ માટે નવું ફીચર કરાયું લોન્ચ
- હવે વોટ્સએપ વેબ એક્સેસ કરવા માટે પહેલા ફિંગરપ્રિંટ સ્કેન કરાશે
- આ સપ્તાહમાં જ આ નવું ફીચર રોલ આઉટ થવાની શક્યતા
કેલિફોર્નિયા: વોટ્સએપ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વોટ્સએપ પ્રાઇવસી વિવાદ વચ્ચે વોટ્સએપ તેના યૂઝર્સ માટે વેબ અને ડેસ્કટોપ માટે નવું ફીચર લઇને આવ્યું છે.
આ નવા ફીચર વિશે વાત કરીએ તો આ નવા ફીચરમાં યૂઝર્સે વોટ્સએપ વેબ ચાલુ કરવા માટે વેરિફિકેશન કરવું પડશે. આ વેરિફિકેશન ફિંગરપ્રિંટ સ્કેનિંગ કે રિકગનિશન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફીચર આ જ સપ્તાહમાં રોલ આઉટ કરી દેવામાં આવશે.
વોટ્સએપ અનુસાર યૂઝર્સે પોતાનું વોટ્સએપ એકાઉન્ટ વેબ કે ડેસ્કટોપથી જોડવા માટે ક્યુઆર કોડ સ્કેન કરતાં પહેલા ફોન પર ફેસ કે ફિંગરપ્રિન્ટ અનલોકના યૂઝ કરવો પડશે. અત્યારસુધી માત્ર ક્યૂઆર કોડથી જ વોટ્સએપ ખુલી જતું હતું.
આ રીતે યુઝ કરી શકશો ફીચર
- વૉટ્સઍપ વૅબ કે ડેસ્કટોપમાં પહેલા વૉટ્સઍપ ઓપન કરો
- જે બાદ ઉપરની તરફ આપેલા રાઇટ સાઇડમાં ત્રણ ડૉટ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાઓ
- હવે વૉટ્સઍપ વ2બ કે ડેસ્કટોપ પર ક્લિક કરો
- ત્યાં Link a Device પર ક્લિક કરો
- આટલુ કર્યા બાદ ફોનના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન પ્રોસેસ ફોલો કરો
- ધ્યાન રહે કે જ્યારે પણ ક્યુઆર કોડ સ્કેન કરે અને તમારુ અકાઉન્ટ કોઇ બીજી જગ્યાએ ખુલ્લુ ન હોય. જો હોય તો તેને તાત્કાલિક લોગ આઉટ કરો.
- ડેસ્કટોપ પર એક કરતા વધારે ચાલી શકશે વૉટ્સઍપ
- વૉટ્સઍપ યુઝર્સને જલ્દી જ મલ્ટી ડિવાઇસ લોગઇન ફીચર પણ મળી શકે છે. કેટલાક સમય બાદ યુઝર્સ એક સાથે ડેસ્કટોપ પર વૉટ્સઍપ ચલાવી શકશો.
(સંકેત)