- વોટ્સએપ હવે ટૂંક સમયમાં યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવશે
- વોટ્સએપ હવે યૂઝર્સને Self Destructing Photos ફીચર દેવાની તૈયારી કરી રહ્યું છે
- આ ફીચર લોન્ચ થવાથી યૂઝર્સની પ્રાઇવસીમાં પણ સુધારો થવાની સંભાવના
નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના વોટ્સએપ અનુભવને વધુ બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું હોય છે ત્યારે હવે આ જ દિશામાં વોટ્સએપ હવે યૂઝર્સને Self Destructing Photos ફીચર દેવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર લોન્ચ થવાથી યૂઝર્સની પ્રાઇવસીમાં સુધારો થવાની સંભાવના છે. કંપનીએ થોડાક સમય પહેલા Disappearing messages નામનું ફીચર રોલઆઉટ કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર પણ તેના પર આધારિત હશે.
વોટ્સએપથી જોડાયેલી અપડેટને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoને બતાવ્યું કે આ ફીચર કેટલીક હદ સુધી ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ જેવું હોઇ શકે છે. વોટ્સએપનું આ નવું ફીચર એન્ડ્રોઇડની સાથોસાથ iOS યૂઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે. WABetaInfo એ પોતાના ટ્વીટમાં બતાવ્યું કે સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફોટોઝને વોટ્સએપ ચેટથી ડિવાઇઝમાં એક્સપોર્ટ નહીં કરી શકાય.
કંપની આ ફીચરને સ્ક્રીનશોટ ડિટેક્શન વગર ઓફર કરી શકે છે. સ્ક્રીનશોટ ડિટેક્શન ના હોવાથી વોટ્સએપના આ નવા ફીચરનો કોઇ ખાસ ફાયદો નહીં થાય કારણ કે ચેટમાં રિસીવ થયેલા ફોટાના સ્ક્રીનશોટ લઇ શકાશે.
વોટ્સએપનું સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચર જલ્દી રોલઆઉટ કરી શકાય છે. જો કે, કંપની તરફથી રિલીઝ ડેટને લઇને હાલ કોઇ જાણકારી આપવામાં આવી નથી. કંપની હાલમાં આ ફીચરને ટેસ્ટ કરી રહી છે જેથી યૂઝર્સની પ્રાઇવસીને વધુ બહેતર બનાવી શકાય.
વોટ્સએપનું આ નવું ફીચર Signalના View Once ફીચર જેવું હોય શકે છે. તેમાં મીડિયા શેરિંગના સેટિંગમાં ઓપ્શન મળે છે જેના એનેબલ થવા પર મોકલેલો ફોટો અથવા ફોટો ઓપન થયા બાદ ઓટોમેટિકલી ડિલીટ થઇ જાય છે.
(સંકેત)