Site icon Revoi.in

વોટ્સએપ યૂઝર્સ એક સાથે ચાર ડિવાઇઝમાં એકાઉન્ટ ચલાવી શકશે

Social Share

નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી મલ્ટી ડિવાઇઝ સપોર્ટ લાવવા પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ઘણા રિપોર્ટ્સમાં તે જાણકારી સામે આવી છે કે કંપની આ આવનારા ફીચરને લાવવા માટે ઘણા સુધાર કરી રહી છે. એકવાર ફરી નવા રિપોર્ટમાં વોટ્સએપ મલ્ટી-ડિવાઇઝ ફીચરને લઇને જાણકારી સામે આવી છે.

વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી ટ્રેક કરનાર ટેક બ્લોગ WABetaInfoના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ હજુ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે આ ફીચર ઓન થવા પર કોલ કઇ રીતે કોન્ફિગર થશે. પાછલા સપ્તાહથી વોટ્સએપ આ ટેસ્ટિંગ કરી રહ્યું છે કે અલગ અલગ ડિવાઇઝ પર એક જ એકાઉન્ટ માટે કોલિંગ ફીચર કઇ રીતે કામ કરશે. એનો અર્થ એ થયો કે વૉટ્સએપ આ આવનારા ફીચરને લઇને ગંભીર છે અને બની શકે કે જલ્દી આ ફીચરને રોલઆઉટ કરી દેવામાં આવે.

મહત્વનું છે કે આ પહેલા પણ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને લઈને જાણકારી સામે આવી ચુકી છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, યૂઝર્સ એક સાથે ચાર અલગ-અલગ ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે અને ખાસ વાત છે કે વોટ્સએપ વેબ ઉપયોગ કરવા દરમિયાન યૂઝર્સને પ્રાઇમરી ડિવાઇસ પર એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે નહીં.

મહત્વનું છે કે, એપમાં  Linked Devices સેક્શન હેઠળ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ મળશે. યૂઝર્સ ‘Link a New Device option’ પર ટેપ કરી નવા ડિવાઇસને એડ કરી શકશે. આ સિવાય યૂઝર્સની પાસે તમામ કનેક્ટેડ ડિવાઇઝની એક લિસ્ટની સાથે ફીચરને ઇનેબલ અને ડિસેબલ કરવા માટે એક ટોગલ બટન પણ રહેશે.

(સંકેત)