Site icon Revoi.in

વોટ્સએપ યૂઝર્સ હવે અલગ-અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે. આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે.

જો તમે ક્યારેય એન્ડ્રોઇડ અને iOS વચ્ચે સ્વિચ કર્યું છે તો તમને ખબર હશે કે ચેટનું બેકઅમ તમે નથી લઇ શકતા કે ના ચેટને માઇગ્રેટ કરી શકો છો. એક એન્ડ્રોઇડ ફોનથી iOSમાં તમે ચેટ નથી લઇ જઇ શકતા.

જો તમે એન્ડ્રોઇડ ટૂ એન્ડ્રોઇડ કે આઇફોન ટુ આઇફોન સ્વિચ કરો છો તો તમને બેકઅપ લેવાનો ઓપ્શન મળે છે પરંતુ જો તમે આઇફોન ટુ એન્ડ્રોઇડ સ્વિચ કરશો તો તમારી ચેટ હિસ્ટ્રી ખતમ થઇ જશે.

જો કે હવે આ સ્થિતિ બદલાઇ જશે અને વોટ્સએપ યૂઝર્સ અલગ અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે. રિપોર્ટના દાવા અનુસાર iOS અને એન્ડ્રોઇડ ચેટ હિસ્ટ્રી ટ્રાંસફર કરવામાં સફળ જશે.

રિપોર્ટમાં શેર કરવામાં આવેલા સ્ક્રિનશોટમાં આ પ્રકારની સેટિંગ દર્શાવાઇ છે કે જેમાં તમે બે અલગ અલગ ડિવાઇઝમાં ચેટ મૂવ કરી શકશો.

શું છે ટ્રીક ?
તમારા વૉટ્સઍપ પર પ્રોફાઇલ ફોટો કોણ કોણ જોઇ રહ્યું છે તે જોવા માટે તમારે એક ઍપ ડાઉનલોડ કરવી પડશે. જેમાં સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઇને એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં  WhatsApp- Who Viewed Me અથવા Whats Tracker નામની ઍપ ડાઉનલોડ કરો. જે બાદ તમારે સાથે 1mobile marketને પણ ડાઉનલોડ કરવુ પડશે. આ ઍપ ડાઉનલોડ કર્યા બાદ તમારે થોડી રાહ જોવી પડશે અને પછી તમે જોઇ શકશો કે કોણે કોણે તમારુ પ્રોફાઇલ પિક્ચર જોયુ છે.

આ ઍપ દ્વારા તે લોકોની તમને જાણકારી મળશે જે લોકોએ છેલ્લા 24 કલાકમાં તમારી પ્રોફાઇલ ચૅક કરી હશે કે તમારુ ડીપી જોયુ હશે. ઍપ દ્વારા તમને કોણ સ્ટોક કરી રહ્યું છે તે વાતની જાણકારી પણ મળશે.

(સંકેત)