- વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા ફીચર્સ લોન્ચ કરે છે
- હવે વોટ્સએપે ફરી તેના યૂઝર્સ માટે ત્રણ નવા ફીચર્સ લોન્ચ કર્યા છે
- આ રીતે તમે પણ આ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો
નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે સમયાંતરે કંઇકને કંઇક નવા ફીચર લાવતી હોય છે. જેનાથી યૂઝર્સને કામકાજમાં વધુ સરળતા રહે. વોટ્સએપ દ્વારા હાલમાં જ આ ત્રણ નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. જો કે આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે તમારું વોટ્સએપ અપડેટ કરવું પડશે.
ક્યૂઆર કોડ
વોટ્સએપનું આ ફિચર આપને જલદી નંબર સેવ કરવામાં ખુબ જ મદદ કરે છે. આ ફિચરના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિના મોબાઈલનો ક્યૂઆર કોડ સ્કેન કરીને માત્ર થોડી જ સેકન્ડમાં તેના નંબરને જોડી શકો છો. આ ફિચરના માધ્યમથી તમે તમાપો ક્યૂઆર કોડ અન્ય વ્યક્તિને શેયર પણ કરી શકો છો.
વોટ્સએપ પેમેન્ટ સર્વિસ
ગત વર્ષના અંતમાં વોટ્સએપે ભારતમાં પોતાની પેમેંટ સર્વિસ શરૂ કરી હતી. જેના માધ્યમથી લોકો ખુબ જ સરળતાથી એકબીજાના પૈસા મોકલી શકે છે. આ પેમેંટ સર્વિસ યૂપીઆઈ આધારિત છે. આ સર્વિસના ઉપયોગ માટે તમારે પોતાનું એકાઉંટ બનાવવું પડશે. તેના માટે સૌથી પહેલાં તમારે પોતાનું વોટ્સએપ અપડેટ કરવું પડશે. ત્યાર પછી તેના પેમેંટ ઓપ્શનમાં જઈને તેની સાથે તમારી બેંકના એકાઉંટને જોડવું પડશે.
લાઇવ લોકેશન
WhatsApp ના ફિચરના માધ્યમથી તમે કોઈપણ વ્યક્તિ સાથે પોતાનું લાઈવ લોકેશન શેયર કરી શકો છો. તેનાથી સામેની વ્યક્તિને એવી જાણકારી આપી શકાય છે કે તમે કઈ જગ્યાએ જઈ રહ્યાં છો. આ ફિચર તમારી જર્નીને આસાન બનાવી દેશે. કોઈના ઘરનું સરનામું તપાસવામાં પણ આ ફિચર તમારી મદદ કરશે.
(સંકેત)