1. Home
  2. ગુજરાતી
  3. WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની
WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની

WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની

0
Social Share
  • વોટ્સએપ ટૂંક સમયમાં તેની બિઝનેસ સેવા માટે વસૂલશે ચાર્જ
  • કંપનીએ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી
  • કંપનીએ કેટલો ચાર્જ વસૂલાશે તે અંગે હજુ ખુલાસો કર્યો નથી

કેલિફોર્નિયા: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યૂઝર ફ્રેન્ડલી ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે તેની બિઝનેસ સેવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. હકીકતમાં, વોટ્સએપ એ એક બ્લોગ પોસ્ટ કરીને કહ્યું છે કે, હવે તે પોતાની બિઝનેસ સેવા માટે કંપનીઓ પર ચાર્જ લગાવવાની શરૂઆત કરશે. આપને જણાવી દઇએ કે હાલમાં વોટ્સએપના 5 કરોડથી વધારે બિઝનેસ યૂઝર્સ છે. જો કે વોટ્સએપ આ બિઝનેસ સેવા માટે કેટલા ચાર્જની વસૂલાત કરશે તે અંગે કોઇ ખુલાસો નથી કર્યો.

આ અંગે કંપનીએ કહ્યું હતું કે અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવતી અમૂક સેવાઓ માટે ચાર્જ લગાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. જેનાથી અમે 2 અબજથી વધારે ગ્રાહકોને એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ટેકસ્ટ, વીડિયો અને વૉઇસ કોલિંગ જેવી સુવિધા આપી શકીએ. વોટ્સએપ તરફથી પોતાના પાંચ કરોડ બિઝનેસ યૂઝર્સ માટે પે-ટૂ-મેસેજ વિકલ્પની જાહેરાત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે વ્યાપારીઓ માટે વોટ્સએપ તરફથી એક અલગ વોટ્સએપ બિઝનેસ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જ્યાં લોકો ચેટના માધ્યમથી બિઝનેસ કરી શકે છે. આ પ્લેટફૉર્મમાં ઝડપથી સીધી ખરીદી કરવાનું નવું ફીચર મળશે. આ ફિચરથી નાના વેપારીઓને પોતાનો બિઝનેસ ઊભો કરવા માટે મદદ મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code